મોદીનું એક વર્ષઃ પીએમ તરીકેના 365 દિવસમાં ગુજરાત માટે શું-શું કર્યું!

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સારી ભૂમિકા અદા કર્યા બાદ નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે. 14 મે 2014ના રોજ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતિ મેળવીને કેન્દ્રમાં સત્તા સ્થાપિત કરી અને 26 મે 2014ના રોજ ગુજરાતના ‘વિકાસ પુરુષ’ તરીકે જાણીતા બનેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ કરેલા વાયદાઓને લઇને સત્તામાં આવ્યા બાદ પીએમ મોદી પર અનેકવાર વિપક્ષ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યા. તો સતત વિદેશ પ્રવાસ કરવાના કારણે પણ મોદીને લઇને ટ્વિટર, વોટ્સએપ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ માધ્યમોમાં ટીખળો થતી રહી છે.

નેપાળમાં આવેલા ભૂકંપ દરમિયાન ત્વરિત પગલાં ભરી નેપાળને જે સહાય કરી અને ત્યાં ફસાયેલા ભારતીયોને પરત સકુશળ પરત લાવવા બદલ તેમની સરાહના પણ થઇ. મોદીને પીએમ તરીકે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, ત્યારે તેમણે છેલ્લા 365 દિવસમાં શુ કર્યું તેના લેખા જોખા કાઢવામાં આવી રહ્યાં છે, પરંતુ આ એક વર્ષ દરમિયાન તેમણે કરેલા કાર્યોમાં ક્યાંકને ક્યાંક ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી જોવા મળી છે. એ પછી સત્તામાં આવ્યા બાદ તુરંત નર્મદા ડેમના દરવાજાની વાત હોય કે પછી પોતે શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાતમાં પરોક્ષ રીતે તેનું નેતૃત્વ કરવું અથવા તો પછી ગુજરાતમાં વિકાસની યશગાથાના આગળ વધારવામાં સહાયરૂપ થયેલા અધિકારીઓને કેન્દ્રમાં લઇ જવા.

આ બધી બાબતો ક્યાંકને ક્યાંક એ દિશા તરફ નિર્દેશ કરી રહ્યાં છેકે એક વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાત વિકાસની યાત્રામાં પાછળ ન રહી જાય તેનું ધ્યાન રાખ્યું છે. તો બીજી તરફ ગુજરાતે પણ પીએમ તરીકે મોદીએ જાહેર કરેલા અભિયાનો અને યોજનાઓને સફળ બનાવવામાં પીછેહઠ કરી નથી. મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું તો ગુજરાતના મુખ્યમંત્રી, અન્ય મંત્રી મંડળના સભ્યો કે પછી ગુજરાતના ટોચના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને હાથોહાથ ઉપાડી લીધું હતું. જોકે વાત મોદીએ ગુજરાતને કેન્દ્રમાં રહીને વિશ્વમાં કેવી રીતે ચમકતું રાખ્યું છે તેના વિશે કરવાની છે. તો ચાલો તેના પર એક નજર ફેરવીએ.

નર્મદા ડેમની ઊંચાઈ વધશે

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

સરકાર રચાયાને હજુ પખવાડિયું થયું છે ત્યાં નર્મદા બંધની ઊંચાઈ વધારવાની અને દરવાજા નાખવાની મંજૂરી મળી ગઈ છે અને આઠ વર્ષથી ચાલતી ઇંતજારીનો અંત આવ્યો છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ગુજરાત પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો હોય તેમ નર્મદા ડેમની ઉંચાઇ વધારવાની અને દરવાજા નાખવાની મંજૂરી મળી ગઇ. નવી દિલ્હી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (એનસીએ)ની મહત્ત્વની બેઠક મળી હતી જેમાં સરદાર સરોવરડેમની ઊંચાઈ 121.92 મીટરથીવધારીને 138.68 મીટરકરવાનીમંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, 2006માં એનસીએ દ્વારા ડેમની ઊંચાઈ 121.92 મીટર સુધી વધારવા મંજૂરી અપાઈ હતી, પરંતુ ત્યારબાદ ઊંચાઈ વધારવા અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો.

ગુજરાતમાં સ્માર્ટ સિટી

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

નરેન્દ્ર મોદી દેશમાં 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યાં છે અને તેને પૂર્ણ કરવાની દિશામાં તેમણે પગલાં પણ ભરવાના શરૂ કરી દીધા છે. દેશના 100 સિટીની સ્માર્ટ બનાવવાનું અભિયાન હાથમાં લેવાયું હોય ત્યારે મોદીની નજરમાંથી ગુજરાત ક્યાંથી બહાર રહી શકે. મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 12 શહેરનો સ્માર્ટ સિટી બનાવવાની યોજના જાહેર કરી છે, જેમાં ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવામા આવશે, ઉપરાંત સાણંદને સેટેલાઇટ સિટી બનાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીને પણ સ્માર્ટ સિટી બનાવવાની યોજના છે અને ધોલેરાને દેશનું પ્રથમ સ્માર્ટ સિટી બનાવવા માટે ત્રણ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે.

પીએમ બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ સાથે ગુજરાતમાં મનાવ્યો જન્મ દિવસ

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

નરેન્દ્ર મોદીએ 2014માં મે મહિનામાં પીએમ પદ ગ્રહણ કર્યા બાદ મોદીએ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ જિંગપિંગ ભારતના પ્રવાસે હતા અને તેઓ નરેન્દ્ર મોદી સાથે ગુજરાત આવ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ મોદીએ હર સાલની જેમ આ વખતે પણ પોતાનો જન્મ દિવસ ગુજરાતમાં મનાવ્યો હતો અને આ વખતે તેમની સાથે ચીનના રાષ્ટ્રપતિ હતા. જેના કારણે વિશ્વભરના મીડિયામાં ગુજરાત ચમક્યું હતું. જિંગપિંગે મોદી સાથે ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી અને વિકસિત ગુજરાતનો ચહેરો વિશ્વએ નિહાળ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાતમાં મોદીની હાજરી

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ શરૂ કરી હતી, દર બે વર્ષે યોજાતી આ બિઝનેસ ઇવેન્ટ આ વખતે 2015માં યોજાઇ હતી. નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી, ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજીત આ ઇવેન્ટમાં આ વખતે અમેરિકા પણ કન્ટ્રી પાર્ટનર બન્યું હતું અને એક પીએમ તરીકે મોદીએ ગુજરાતની ધરતી પરથી દેશભરમાં રોકાણ થાય એ હતુસર મેક ઇન ઇન્ડિયા અંગે પણ વાત કરી હતી. 2015નું વાઇબ્રન્ટ ગુજરાત એક મેગા અને રાષ્ટ્રિય ઇવેન્ટ બની ગયું હતું. જેની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધ લેવાઇ હતી.

ગુજરાતમાં ચાઇનિઝ પાર્ક

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીનની યાત્રા કરી હતી. જે દરમિયાન ચીન સાથે ગુજરાતે ત્રણ એમઓયુ કર્યા હતા. જેમાં સૌથી મહત્વનો એમઓયુ ગુજરાતમાં ચાઇનિઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ઉભુ કરવા અંગે છે. ચીન ભારતના બે રાજ્યોમાં ઇન્ડસ્ટ્રીલ પાર્ક ઉભું કરવા જઇ રહ્યું છે, જેમાં તેણે ગુજરાત પર પણ પસંદગી ઉતારી.

ગુજરાતીએ તૈયાર કરેલો કોટ પહેર્યો

Year  Narendra Modi as Gujarat for 365 days did what!

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક શૂટ પહેર્યો હતો, જેમાં તેમનું નામ લખેલું હતું, નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ નામને લઇને અનેક ચર્ચાઓ અને વિવાદો પણ થયાં. ત્યારે આ બધાની વચ્ચે એ વાત પણ બહાર આવી કે મોદીએ જે શૂટ પહેર્યો છે તે અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,508 views

facebook share

One thought on “મોદીનું એક વર્ષઃ પીએમ તરીકેના 365 દિવસમાં ગુજરાત માટે શું-શું કર્યું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 3 =