ચહેરાની સુંદરતા વિશે દરેક લોકો કાળજી લેતા હોય છે પરંતુ દાંતની કાળજી પણ એટલી જ મહત્વની છે. દાંતની સુંદરતા ઘરગથ્થુ ઉપચારથી પણ રાખી શકાય છે. તમારે પણ દાંતને હંમેશા વ્હાઈટ અને ચમકીલા રાખવા હોય તો અપનાવો આ નીચે પ્રમાણેની ટીપ્સ
- દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે. અડચી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો.
- લીંબુમાં બ્લીચિંગ એજેંટ્સ થાય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે. તમે તમારા દાંતો પર ચમકાવવા માટે લીંબુના છાલટાનો ઉપયોગ કરી શકો છો અથવા તો થોડાક પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ કરી શકો છો.
- કેટલા વિશેષજ્ઞોની સલાહ છે કે સફરજન પ્રાકૃતિક ઢંગથી દાંતોને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ચાવો. તેના એસિડિક ગુણ દાંતો પર ખૂબ જ શાનદાર કામ કરે છે.
- મીઠુ દાંતોને સાફ કરવામાં સહાયતા કરવાની સાથે જ તેને સફેદ પણ બનાવે છે. દાંતોના પીળાશને ઓછી કરવા માટે મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો.
- પીળા દાંતોની સમસ્યામાં તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંતો પર બ્રશ કરો.
- સંતરાના છાલટામાં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા છે જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતોની પીળાશને પણ દૂર કરે છે. અઠવાડિયામાં ત્રણ વાર તમારા દાંતને સંતરાના છાલટાથી સ્ક્રબ કરો.