સામગ્રી
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧૧/૨ ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ,
* ૧/૨ કપ રેડીમેડ ટોમેટો સોસ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ ટીસ્પૂન સોયા સોસ,
* ૧/૨ કપ પાણી
* ૧ ટીસ્પૂન કોર્નફલોર,
* ૨ ટીસ્પૂન વિનેગર,
* ૧ કપ બાફેલ નુડલ્સ,
* ૧/૨ કપ ક્રશ કરેલ સ્વિટ કોર્ન,
* ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧/૪ કપ બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,
* ચપટી મરીનો ભુક્કો,
* ૧/૨ કપ છીણેલું ચીઝ,
* જરૂર મુજબ બ્રેડ ક્રમ્સ.
રીત
સોસ બનાવવા માટે એક તવીમાં ઓઈલ નાખી તે ગરમ થાય એટલે તેમાં આદું-મરચાની પેસ્ટ, રેડીમેડ ટોમેટો સોસ, સ્વાદાનુસાર મીઠું અને સોયા સોસ નાખવો.
હવે થોડા પાણીમાં કોર્નફલોર ને બરાબર મિક્સ કરીને તવીમાં નાખવું. પછી તવીમાં વિનેગર નાખીને મિક્સ કરવું. બાદમાં તૈયાર છે આપણો સોસ.
ત્યારબાદ કટલેસ બનાવવા માટે એક પ્લેટમાં બાફેલ નુડલ્સ, ક્રશ કરેલ સ્વિટ કોર્ન, બારીક સમારેલ ડુંગળી, બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન, બારીક સમારેલ લીલા મરચાં, સ્વાદાનુસાર મીઠું, ચપટી મરીનો ભુક્કો અને છીણેલું ચીઝ નાખીને આ તમામ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.
હવે આ મિશ્રણને હાથમાં લેતા પહેલા હાથમાં ઓઈલ લગાવવું. બાદમાં આને હાથમાં લઇ ગોળ (ટીક્કી ની જેમ) બનાવી તેને પ્રેસ કરવું. પછી આ મિશ્રણને જરૂર મુજબ બ્રેડ ક્રમ્સમાં નાખી કટલેસને તળવી.
તળતી વખતે આ કટલેસને લાઈટ બ્રાઉન રંગની થવા દેવી. હવે આને ગરમાગરમ સોસ સાથે પીરસો.