સામગ્રી
* ૨ ટીસ્પૂન બટર,
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧ ટીસ્પૂન આખું જીરું,
* ૧/૪ કપ ચીલી-ગાર્લિકની પેસ્ટ,
* ૩/૪ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧/૨ કપ બારીક સમારેલ કેપ્સીકમ,
* ૧૧/૨ કપ બારીક સમારેલ ટોમેટો,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧૧/૨ ટીસ્પૂન પાવ ભાજી મસાલો,
* ૨ ટીસ્પૂન લાલ મરચું,
* ૧/૨ કપ બાફેલ અને ક્રશ કરેલ લીલા વટાણા,
* ૧૧/૨ કપ બાફેલ, છાલ ઉતારેલ અને મેશ કરેલ બટાટા,
* ૧/૩ કપ પાણી,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,
* ૮ લાદી પાવ,
* ૮ ટીસ્પૂન બટર.
રીત
એક ડીપ નોનસ્ટીક પેનમાં બટર, ઓઈલ અને આખું જીરું નાખી મિક્સ કરવું. બાદમાં આમાં ચીલી-ગાર્લિકની પેસ્ટ અને બારીક સમારેલ ડુંગળી નાખી બરાબર મિક્સ કરી તેમાં બારીક સમારેલ કેપ્સીકમ નાખી બરાબર કુક થવા દેવા.
હવે આમાં બારીક સમારેલ ટોમેટો નાખી બફાય એટલે તેને મેશરથી મેશ કરી સ્વાદાનુસાર મીઠું, પાવ ભાજી મસાલો, લાલ મરચું, બાફેલ અને ક્રશ કરેલ લીલા વટાણા, બાફેલ, છાલ ઉતારેલ અને મેશ કરેલ બટાટા અને પાણી ફરીવાર મેશ કરવું.
બાદમાં આમાં બારીક સમારેલ કોથમીર નાખી મિક્સ કરવું. ત્યારબાદ તૈયાર લાદી પાવ લઇ તેને વચ્ચેથી અડધા કાપી નાખવા. પછી આને બટર વડે શેકીને ગરમાગરમ પાવ ભાજી સર્વ કરવી.