મોટા બીઝનેસમેન કેમ ન હોવ પણ ફેમીલી માટે ચોક્કસ સમય કાઢવો!!

image-4

મિત્રો,ખૂબ સરસ નાનકડી બોધકથા છે એકવાર જરૂરથી વાંચજો…!!!

એક ખુબ ધનિક વ્યક્તિ હતો…!!!
તેના ઘણા ધંધા હતા,
તે આખો દિવસ પોતાના જુદા જુદા ધંધા સંભાળતો અને ઘરે મોડા પહોચતો…
એક દિવસ જયારે તે ઘરે પહોચ્યો ત્યારે
તેના છોકરાએ કીધું પપ્પા મારે તમને કંઈક
પૂછવું છે,

તો તે વ્યક્તિ એ દીકરા ને કહ્યું:”બોલ બેટા શું પૂછવું છે??”
છોકરો બોલ્યો “પપ્પા તમે ૧ કલાક માં કેટલું કમાઓ છો”
પિતા એ કીધું:”૪-૫ હજાર,પણ કેમ આવું પૂછે છે?”
છોકરો બોલ્યો “કઈ નહિ પપ્પા,મને ૨૫૦૦ રૂ. આપશો મારે કામ છે”
એણે તરત કાઢી ને આપી દીધા અને બંને સુઈ ગયા…

બીજા દિવસે સવારે જયારે તે
વ્યક્તિ પોતાની ઓફિસે જતો હતો ત્યારે
તેના છોકરા એ કીધું એક મિનીટ
ઉભા રહો પપ્પા પછી તે પોતાના રૂમ
માં ગયો અને બહાર આવી ને
તેના પપ્પા ના હાથ માં ૪૦૦૦ રૂ મુક્યા”
એના પપ્પા એ પૂછ્યું આ શું બેટા?
છોકરો બોલ્યો “મારી પાસે ૧૫૦૦રૂ
હતા અને તમે ૨૫૦૦ આપ્યા..

આ પૈસા લઇ લો અને પ્લીઝ આજનો દિવસ ૧
કલાક વહેલા ઘરે આવજો”
યાદ રાખો મિત્રો, તમે ગમે તેટલાં ધનીક
થઇ જાવ પણ ક્યારેક
પોતાનાં બાળકો માટે સમય આપવાનું ન ભૂલો,
ક્યારેય પોતાનાં પરીવાર ને ન ભૂલો…!!!

Comments

comments


5,098 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


2 + = 8