જાણો હેર કલર ની ટ્રિક્સ

Hair paint expensive  working band of hair, try these tricks insatanta!

તમારે ફેશનની સાથે સાથે એક્સપિરિમેન્ટ કરવાની સાથે સાથે સેફ રહેવા ઇચ્છે છે તેમના માટે હેર ચોક પરફેક્ટ ઓપ્શન છે. વાળને કલર કરવાથી થતાં નુકસાનથી ગભરાઇ જતી ફેશનિસ્ટા માટે, કલરફૂલ સ્ટ્રીક્સ મેળવવાની આ એક સરળ રીત છે અને તેને તમે ઇચ્છો તે સમયે હટાવી પણ શકો છો.

શું હોય છે હેર ચોક?

Hair paint expensive  working band of hair, try these tricks insatanta!

આજકાલ હેર ચોકને વોટર બેઝ્ડ ઇન્કની સાથે તૈયાર કરવામાં આવે છે. આ ઇન્ક માઇક્રો ફાઇબરની માફક કામ કરે છે અને વાળ ઉપર વિઝિબલ સ્ટ્રાઇકિંગ ફિલ્મ બનાવે છે. વોટર બેઝ્ડ ઇન્ક હોવાના કારણે તે સરળતાથી રિપ્લેસ થઇ જાય છે. વાળ પર કલરને બદલે હેર ચોક એક મેકઅપના પડની માફક કામ કરે છે અને એકાદ-બેવાર ધોયા બાદ જે આપમેળે જ વાળથી છૂટવા લાગે છે. તેથી જો તમે વાળને કલર કરવાથી ડરે છે તેમના માટે આ સારો ઓપ્શન છે. એટલું જ નહીં, આ ઇન્કને લોક કરે છે અને ઝડપથી સૂકાઇ પણ જાય છે. ભારતમાં તમને L’Oreal અને The Body Shopના હેર ચોક મળી જશે.

તેનો ઉપયોગ કેવી રીતે કરશો?

Hair paint expensive  working band of hair, try these tricks insatanta!

તેનો અપ્લાય કરવાનો એક બેસિક નિયમ છે – ભીના વાળ. તેને લગાવવા માટે વાળ ભીના હોવા જરૂરી છે, જેથી ચોક તમારાં કર્લ ઉપર સરળતાથી લાગી જશે. હેર ચોક લગાવવા એટલે બ્લેકબોર્ડ પર ચોક ઉપયોગ કરવા જેટલું જ સરળ છે. જે કર્લને તમે હાઇલાઇટ કરવા ઇચ્છો છો, તેના ઉપર આ ચોકને લગાવો. તેને લગાવતી વખતે વાળને ટ્વીસ્ટ કરતા રહો, જેથી વાળનું આખું સેક્શન કલર થઇ જાય. જો તમારાં કલરને વધારે સમય સુધી જાળવી રાખવા છે, તો હેર ચોક લગાવ્યા બાદ હેર ડ્રાયરનો ઉપયોગ કરો. આ ચોકને ડ્રાય કરીને તેને લાંબા સમય સુધી જાળવી રાખશે.

તેના ઉપયોગ વખતે કઇ બાબતોનું રાખશો ધ્યાન? શું તે વાળને નુકસાન પહોંચાડે છે?

હેર ચોક, એક ચોકની માફક જ હોય છે, જે વાળમાંથી તેનું મોઇશ્ચર શોષી લે છે. તેથી તેને લગાવ્યા બાદ તરત જ ધોઇ નાખો. જો તમને શ્વાસ સંબંધિત કોઇ પ્રોબ્લેમ છે, તો ચોકના ઉપયોગ સમયે તમારાં નાક અને ચહેરાને ઢાંકી દો. ચોકના ફ્યૂમ્સને ઇનહેલ કરવાથી તમને પરેશાની થઇ શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,196 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 11