મેક્સિકન ફૂડ લવર્સ માટે સ્પેશ્યલ મેક્સિકન નાચો સૂપ

સામગ્રી

f029642137326aebba943b9582d0814a1458822021

*  2 કપ પાણી,

*  2 કપ સમારેલ ટામેટા,

*  2 ટીસ્પૂન બટર,

*  ૧૧/2 ટીસ્પૂન બારીક સમારેલ લસણ,

*  ૧/૪ ટીસ્પૂન બારીક સમારેલ કાંદા,

*  ૧/2 કપ પાણી,

*  ૧ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૧ કપ બાફેલ સ્વીટ કોર્ન,

*  2  ટીસ્પૂન ડ્રાય રેડ ચીલી ફ્લેક્સ,

*  2 ટીસ્પૂન ખાંડ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧૧/2 કપ ટુકડા કરેલ નાચો ચિપ્સ,

*  2 ટીસ્પૂન ખમણેલું ચીઝ.

રીત

એક બાઉલમાં પાણી નાખી તેની અંદર સમારેલ ટામેટા નાખીને જ્યાં સુધી બફાય નહિ ત્યાં સુધી કુક કરવું એટલેકે લગભગ દસથી બાર મિનીટ સુધી. હવે આ ટામેટાંનું મિશ્રણ ઠંડુ થાય એટકે મિક્સરમાં પીસી લેવું.

આ મિશ્રણને ચારણી વડે ચાળી લેવું. હવે એક નોનસ્ટીક પેનમાં બટર, બારીક સમારેલ લસણ અને બારીક સમારેલ કાંદા નાખીને એકાદ બે મિનીટ માટે સૌતે કરવું. ત્યારબાદ આમાં ટોમેટો પલ્પ નાખવું.

હવે એક બાઉલમાં પાણી નાખીને તેમાં કોર્નફલોર નાખવો. બાદમાં આ મિશ્રણને નોનસ્ટીકમાં નાખવું. પછી આને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ આ મિશ્રણને પાંચ મિનીટ સુધી કુક થવા દેવું.

હવે આમાં બાફેલ સ્વીટ કોર્ન, ડ્રાય રેડ ચીલી ફ્લેક્સ, ખાંડ અને સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી ફરીવાર એકાદ બે મિનીટ સુધી ઉકાળવું. પછી આને ગેસ પરથી ઉતારીને તેમાં ટુકડા કરેલ નાચો ચિપ્સ અને ખમણેલું ચીઝ નાખીને સર્વ કરો.

Comments

comments


4,756 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 7