મુગલોનું હૈદરાબાદ છે સૌથી સુંદર પર્યટક સ્થળ…..

925003662s

આંધ્રપ્રદેશ ની રાજધાની હૈદરાબાદ માનવામાં આવે છે. હૈદરાબાદ સીટી એક આકર્ષક દ્રશ્ય પ્રસ્તુત કરે છે. આમાં ૪૦૦ વર્ષો ના એતિહાસિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો અનોખો મેળ છે. નીઝામોનું આ શહેર દક્ષીણ ભારતનું સૌથી પ્રસિદ્ધ નગર છે. આને ‘મોતીઓનું શહેર’ પણ કહેવાય છે.

આ શહેરમાં સૌથી વધુ પર્યટકો દ્વારા જોવામાં આવેલ સ્થળ ગોલકોન્ડા કિલ્લો છે, આ હૈદરાબાદથી 11 કિલોમીટર ના અંતરે છે. આ નાનકડો એવો કસબો છે. હીરાની ખાણ અને તેમાંથી નીકળતા કોહીનુર અને હોપ જેવા બેશકિંમતી હીરો માટે ગોલકોન્ડા નું અલગ જ એતિહાસિક મહત્વ છે.

ગોલકોન્ડાનો અદભૂત કિલ્લો આજે પણ કુતુબશાહી રાજાઓની શાનો-શૌકત ની ગવાહી આપે છે. અહી જોવાલાયક ફતેહ દરવાજો પણ છે. આના વિષે એવું મનાય છે કે આ ઘ્વાનીનો આભાસ કરાવે છે. જો આમાં રહીને તાલી વગાડવામાં આવે તો તેનો અવાજ કિલ્લાની સૌથી ઉપર ટોચમાં બનેલ મહારાજના કક્ષમાં સંભળાય છે.

Salar-Jung-museum-609x340

એવું મનાય છે કે આપાતકાલીન સ્થિતિમાં કિલ્લામાં હુમલો થાય તો સૈનિકો રાજાને તાળી પાડીને જણાવતા હતા. હૈદરાબાદમાં ફલાક્નુંમાં પેલેસ છે જે ખુબ જ જોરદાર છે. આ ઊંચાઈ પર સ્થિત હોવાથી આને ફલાક્નુંમાં કહેવાય છે, આનો અર્થ આસમાનનો કાંચ થાય છે. ઇટલીના વાસ્તુકારે આને ફક્ત અમીરો માટે જ બનાવ્યો છે. આ પેલેસમાં રોયલ લોકો મેરેજ અને અન્ય ઈવેન્ટ્સ આયોજિત કરે છે.

આ છે હૈદરાબાદના સૌથી સારા પર્યટક સ્થળો જેમકે, અહી ફરવા માટે સાલારજંગ મ્યુઝિયમ, ફલાક્નુંમાં પેલેસ, ચારમીનાર, હુસ્સેન સાગર લેક, આસમાન ઘર મહલ, ઘોલા-રી-ઘાની, બોટનીકલ ગાર્ડન, લાદ માર્કેટ, લુંમ્બની પાર્ક, ઓશિયન પાર્ક, રામોજી ફિલ્મ સીટી, પુરાની હવેલી, સ્પેનીશ મસ્જિદ, તારામતી બારાદારી, ગોલકોન્ડા ફોર્ટ, કુતુબશાહી મકબરો, ફતેહ દરવાજો, બિરલા મંદિર અને બીજા ઘણા સારા એવા સ્થળો છે.

ramoji

જો તમે નોનવેજ ખાવાના શોખીન હોવ તો તમારે અહી જવું જ જોઈએ. હૈદરાબાદી ભોજનમાં તમને મુગલાઈ, તુર્કી અને અરબી શૈલીના ભોજનની ઝલક મળશે. હૈદરાબાદમાં રેલવેસ્ટેશનથી લઇ દરેક ઉંચી હોટેલના મેન્યુમાં તમને સૌથી પહેલા બિરયાની જ જોવા મળશે. કેમકે બિરયાની અહીની આન, બાન અને શાન ગણાય છે.

કાંચા માસની બિરયાનીને લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે. ઉપરાંત કબાબ, કીમાં સમોસા, હૈદરાબાદી સૂપ (કાંચા માંસનું સૂપ), ચટપટી ખાટી દાળ, મગઝ મસાલા અને શાહી ટુકડા પણ લાજવાબ હોય છે. અહી તમને હૈદરાબાદી મુર્ગનો એકદમ મસ્ત ચટાકો ચાખવા મળશે.

Andhra-Biryani-House-Hyderabadi-biryani

Comments

comments


5,414 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45