મુંબઈ સ્વપ્ન નુ શહેર છે જ્યાં ફેશન, આકર્ષક જીવનશૈલી, બોલીવુડ અને ખુબ પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર રૂપે ઓળખાય છે. સીધા શબ્દ માં કહીએ તો મુંબઈનું સ્વપ્ન અમેરિકાના સ્વપ્ન સમાન છે. મુંમ્બઈ દેશના બાકી હિસ્સાથી રોડ, રેલવે, સમુદ્ર અને હવાના માધ્યમે સારી રીતે જોડાયેલ છે.
મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની શહેર છે. આ શહેર લોકોના સ્વપ્ન પુરા કરવા માટે ઓળખાય છે. લોકો આને ‘ડ્રીમ સીટી ઓફ ઇન્ડિયા’ ના નામે પણ જાણે છે. અહી જોવાલાયલ અનેક નાના મોટા સ્થળો છે. પણ ગેટવે ઓફ ઇન્ડિયા પણ રોચક છે.
ગેટવે ઓફ ઇન્ડિયા ભારતનું મુખ્ય શહેર મુંબઇના દક્ષિણમાં બીચ પર સ્થિત છે. આનો પ્રવેશદ્વાર બેસાલ્ટથી બનેલો છે, જેની ઊંચાઇ 26 મીટર છે. આ પ્રવેશદ્વારની પાસે સમુદ્ર ભ્રમણ હેતુ માટે નોંકાવિહાર ઉપલબ્ધ છે. પ્રવેશદ્વારને બનાવવામાં માટે બેસાલ્ટ વપરાયેલ છે.
આ પ્રવેશદ્વારનું નિર્માણ રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરી ના આગમન માટે 2 ડિસેમ્બર, 1911 ના યાદમાં બનાવવામાં આવ્યો હતો.
ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈની તાજ હોટેલની બરાબર સામે છે. આ ભારતનું એક ઐતિહાસિક સ્મારક છે. પાછલા વર્ષોમાં ગેટવે ઓફ ઇન્ડિયાનો ઉપયોગ પશ્ચિમ (વેસ્ટ) માંથી આવતા મહેમાનો માટે આગમન બિંદુના રૂપે થતો હતો. ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ એપોલો બંદર પર કરાવવામાં આવ્યું હતું જે મેળ-મેળાપનું એક લોકપ્રિય સ્થાન ગણાય છે. આને બ્રિટિશ આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટે ડીઝાઇન કર્યું હતું.
સ્થાપત્ય કલાના સ્વરૂપે આને હિન્દૂ અને મુસ્લિમ બંને પ્રકારને ઘ્યાનમાં રાખીને આનું નિર્માણ 1911 ના રોજ રાજાની યાત્રાના સ્મરણ નિમિતે કરવામાં આવ્યું હતું.