મીઠાનું મહત્વ સમજવા માટે ફક્ત તેનો સ્વાદ જ કાફી છે. મીઠા વગરનું ભોજન ગેમ તેટલું સારું કેમ ન હોય તો પણ કોઈને ન ભાવે. ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે એ તો બધા જાણે છે પણ તેના સિવાય આનો ચમત્કારી એટલેકે ટોટકા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
મીઠું ઘણા બધા પ્રકારનું આવે છે જેમકે સિંધવ મીઠું, સમુદ્રી મીઠું, કાળું મીઠું અને સામાન્ય સોલ્ટ વગેરે…. મીઠાને અમુક લોકો ‘રાહુનું પ્રતિક’ માને છે.
* જો તમને કોઈ વ્યક્તિ ન ગમતું હોય તો તેના ઘરનું મીઠું કે મીઠાયુક્ત કોઇપણ વસ્તુઓ ન ખાવી. તેની મીઠાઈ ખાય શકો છો. ઉપરાંત કોઈ પાપી વ્યક્તિના ઘરનું મીઠું ન ખાવું કારણકે આનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે.
* અઠવાડિયામાં એક વાર ગુરુવારને છોડીને ઘરમાં પોતા મારતા સમયે પાણીમાં એકાદ ચમચી જેટલું સમુદ્રી મીઠું નાખવું. આનથી ઘરની નેગેટીવીટી દુર થશે અને વાતાવરણ પવિત્ર થઇ જશે. આનાથી લક્ષ્મી દેવીની પ્રાપ્તિ પણ ઘરમાં થશે.
* જ્યોતિષ શાસ્ત્રની શાખા વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠામાં ગજબની શક્તિ હોય છે એ ન માત્ર તમારા ઘરને સકારાત્મક ઉર્જા થી ભરે છે પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાનું કામ કરે છે.
* સુતા સમયે માથાને પૂર્વ દશા તરફ રાખવું. આ દરમિયાન તમારા રૂમમાં એક વાટકીમાં સિંધવ મીઠાના ટુકડા નાખવા. આનાથી તમારી તબિયત ઠીક રહેશે. અઠવાડિયું પૂરું થાય એટલે આ મીઠાને બદલી નાખવું.
* નજર દોષ દુર કરવા માટે પણ આ ફાયદાકારક છે. ભારતીય પરિવાર માં આ ટોટકો વધારે પ્રસિદ્ધ છે. એક ચપટી મીઠું લઈને માથાથી લઇ પગ સુધી હાથથી ગોળ ગોળ ફેરવવું. પછી આને પાણીમાં વહાવી દેવું.
* વાસ્તુ વિજ્ઞાન અનુસાર કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલય અને બાથરૂમમાં રાખવું જોઈએ. આનાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દુર થાય છે.