સત્ય એક છે, પરંતુ સાક્ષરો કહે છે કે તે વિવિધ પ્રકારે છે. ભારતીય જ્ઞાન એનો પડઘો પાડે છે. અંતિમ સત્ય એ છે કે સૃષ્ટિ સર્જન એ ભગવાન તરફથી મળેલ સ્પષ્ટીકરણ છે એને તેનો ભગવાનમાં વાસ છે અને ભગવાનમાં વિલય થયેલ છે. સમગ્ર સર્જનમાં કે જેમા સ્વર્ગો, આકાશગંગાઓ, ગ્રહો, તારાઓ, માનવજીવો અને અન્ય જીવોનો સમાવેશ થાય છે તેનું સર્જન, વાસ અને વિલય સ્વયંભૂદવી સિદ્ધાંતો પ્રમાણે થાય છે. તે એક લય છે, એક પ્રથા તથા સમગ્ર બ્રહ્માંડની એક આચારસંહિતા છે. પ્રાચીન ભારતીયો તે જાણતા હતા. આ લયને ૧૦૮ ના ઘટક કે આંકડામાં પ્રતિકરૂપે છે.
૧૦૮ નો ગુઢ આંકડો પ્રાચીન ભારતીયોના મત મુજબ ખૂબજ પવિત્ર છે તમામ પ્રકારના આધ્યાત્મિક લક્ષણમાં ૧૦૮ ને ખૂબજ મહત્વ આપવામાં આવે છે. જાપ-માળામાં ૧૦૮ મણકા હોય છે અને મંત્રના આકડાની બાબતે કહેવાયું છે કે ૧૦૮ એ પોતાનામાં રહેલા પવિત્ર આત્મા સુધી પહોચવાના પગથિયા છે. આ પવિત્ર આંકડો દિવ્યતા અને માનવ વચ્ચેના અનેક બાબતે જોવા મળે છે અને એમાં નવાઈ પામવા જેવું નથી, બધા જ ભારતીયો કે જેમા હિંદુ, બુદ્ધો, જૈનો, શીખો ને જાણવવામાં મદદ કરે છે.
ખગોળ શાસ્ત્રમાં વૈદિકકાલિન આર્ષદ્રષ્ટાઓ ગણતરી કરી છે કે,
– પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ ચંદ્રના વ્યાસ રેખા કરતા ૧૦૮ ગણુ છે.
– પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ સૂર્યની વ્યાસ રેખા કરતા ૧૦૮ ગણુ છે.
– સુર્યની વ્યાસરેખા, પૃથ્વીની વ્યાસરેખા કરતા ૧૦૮ ગણી છે.
-પૃથ્વી અને ચંદ્ર તેમજ પૃથ્વી અને સુર્ય વચ્ચેના સરેરાશ અંતરની માપણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક વૈજ્ઞાનિક માપણી સાધનો દ્વારા ઉપલબ્ધ માપ સાથે ભારતના પ્રાચીન માપનાં આંકડાઓ નોંધ પાત્ર રીતે નજીક જણાય છે.
-આયુર્વેદ આપણને જણાવે છે કે શરીર ઉપર ૧૦૮ મર્મ સ્થાનો આવેલ છે, કે જ્યાં જીવને જીવન બક્ષવા માટે ચતન્ય તથા (અમિષ) માંસનું છેદન થાય છે. ૧૦૮ જોડાણની હાર માળા કુલ ૧૦૭ જોડાણથી જોડાયેલ છે કે જે મર્મસ્થાનો છે અથવા આયુર્વેદમાં જણાવાયેલ જીવનશક્તિના સ્થાનોની સંખ્યા છે.
-આજ રીતે આધ્યાત્મિક સંમોહક શ્રીચક્રયંત્ર માંની રેખાઓનું છેદન કરતા પ૪ સ્થાનો જે દરેક નર માદાના ગુણો ધરાવે છે, તે સરવાળે ૧૦૮ થાય છે.
-વૈદિક જ્યોતિષશાસ્ત્ર સ્વર્ગોને નક્ષત્રો તરીકે ઓળખાતા ૨૭ ચંદ્રચિન્હોમાં વહેંચાયેલ છે, દરેક નક્ષત્રમાં ૪ (ચાર) સ્થાનો મળીને કુલ ૧૦૮ સ્થાનો દ્વારા માનવ સ્વભાવના ૧૦૮ પ્રકારે દર્શાવેલ છે. વ્યક્તિના જન્મસમયે જે સ્થાનમાં ચંદ્ર વ્યક્તિની કારકીર્દી, સુખવૈભવ, પારિવારિક તેમજ મુક્તિનો માર્ગ દર્શાવે છે.
-ભારતના જ્યોતિષશાસ્ત્રમાં ૧૨ સ્થાનો અને ૯ ગ્રહો ૧૨ ૯ = ૧૦૮ થાય. તંત્રના અંદાજ પ્રમાણે, દનિક સરેરાશ ૨૧૬૦૦ શ્વાસોછ્વાસ થાય છે કે જેમાનાં ૧૦,૮૦૦ સૂર્ય ઊર્જાના અને ૧૦,૮૦૦ ચંદ્ર ઊર્જાના છે. ૧૦૮ ને ૧૦૦ વડે ગુણતા ૧૦,૮૦૦ થાય. ૨ ૧૦,૮૦૦ = ૨૧,૬૦૦ થાય.
-ભારતના નૃત્યશાસ્ત્રમાં પણ નૃત્ય-હાથ અને પગના હલનચલનની ૧૦૮ મુદ્રાઓ હોવાનો ઉલ્લેખ છે. કુલ ૧૦૮ પુરાણો, ૧૦૮ ઉપનિષદો, ભગવદ્ગીતાના ૧૮ અઘ્યાયો, સંસ્કૃતમાં થયેલા મહાન લખાણો ૧૦૮ ચરણો-પદો-કડીઓમાં થાય છે. ધણાં સંતોના નામ પૂર્વે ૧૦૮, ૧૦૦૮ મુકાય છે.
-સંસ્કૃતમાં પ૪ અક્ષરોને પુલ્લીંગ (શિવ તથા સ્ત્રીલીંગ(શક્તિ)) નો ભાવ છે, આથી પ૪ ૨ = ૧૦૮ થાય. પ્રાચીન ભારતની સમય – સારણી પ્રમાણે બ્રહ્હ્માંડનો એક દિવસ ૪૩,૨૦,૦૦૦ વર્ષનો છે કે જે ચાર યુગોનો સમાવેશ છે, જેનો અવયવ ૧૦૮ છે.
-અંકશાસ્ત્રમાં ૧૦૮ની સંખ્યાના ભાગ પાડતા ૧૦૮=૯ થાય. નવ એ રહસ્યમય આકડો છે અને કોઈપણ રકમને નવ વડે ગુણતા તેનો અંકનો સરવાળો ૯ થાય છે. એવું કહેવાય છે કે ૧ નો અંક ભગવાન-ઈશ્વર કે ઉચ્ચ સત્ય માટે, ૦ નો અંક ખાલીપણા કે અભ્યાસમાં પૂર્ણતા તથા ૮ નો આંક આઠ દિશાઓમાં અંતરીક્ષની અસીમતા દશાર્વે છે.
-ગણિતમાં ૧,૨ અને ૩ નું બળ ૧ = ૧, ૨નું બળ ૨ = ૪ (૨૨), ૩ નું બળ ૩ = ૨૭ (૩૩૩), ૧ ૪ ૨૭ = ૧૦૮. ૧૦૮ એ સર્જન અને સર્જક વચ્ચેના અનુસંધાનનું રહસ્ય બતાવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર