ટીમના માલિક વિજય માલ્યા(વચ્ચે) સાથે કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલ.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બેંગલોર ફ્રેન્ચાઈઝી વિજય માલ્યાના હાથમાંથી જિંદલ સ્ટીલના માલિક સજ્જન જિંદલ પાસે જઈ શકે છે. સજ્જન જિંદલે આઈપીએલ ટીમના અધિગ્રહણની વાતનો સ્વિકાર કર્યો હતો પણ કઈ ટીમ ખરીદશે તેનું નામ આપ્યું ન હતું. જોકે રિપોર્ટ પ્રમાણે વિજય માલ્યાની રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું અધિગ્રહણ કરવામાં આવે તેવી સંભાવના છે. એક રિપોર્ટ પ્રમાણે 300 કરોડ રૂપિયામાં આરસીબી ટીમને ખરીદવામાં આવે તેવી સંભાવના છે.
જેએસડબલ્યું સ્ટીલમા ચેરમેન જિંદેલે જણાવ્યું હતું કે, ‘‘ભારતમાં ક્રિકેટ નંબર વન રમત છે અને આથી એક આઈપીએલ ટીમ લેવાનો વિચાર છે, પણ હું એ નહી જણાવું કે આ ટીમ કઈ છે. પૈસા કોઈ મુદ્દો નથી, અમે એક વિશ્વસનીય ટીમ ખરીદવા માંગીએ છીએ, જેનાથી અમે રમતને પ્રમોટ કરી શકીએ. ’’ આરસીબી વિશે પુછતા કહ્યું હતું કે આ વાત તેના ઉપર નિર્ભર છે.
વિજય માલ્યાએ 111.6 મિલિયન ડોલરમાં ખરીદી હતી
વિજય માલ્યાએ 2008ની સિઝનમાં બેંગલોરની ફ્રેન્ચાઈઝી 111.6 મિલિયન ડોલરમાં ખરીદી હતી. વર્તમાન ટીમમાં ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે. ટીમમાં ડી વિલિયર્સ, ક્રિસ ગેઈલ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે.
જેસડબલ્યુંએ સ્પોર્ટ્સના નામથી પોતાની સ્પોર્ટ્સ વિંગ બનાવી રાખી છે અને તે ફૂટબોલ ટૂર્નામેન્ટ આઈલીગમાં બેંગલોર – એફસી ટીમના માલિક છે. આ ટીમમાં ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનીલ છેત્રી પણ રમે છે.
વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલ.
આરસીબી ટીમનું આઈપીએલમાં પ્રદર્શન..
2008 – લીગ રાઉન્ડમાંથી બહાર
2009 – રનર્સ અપ
2010 – સેમિ ફાઇનલ
2011 – રનર્સ અપ
2012 – લીગ રાઉન્ડમાંથી બહાર
2013 – લીગ રાઉન્ડમાંથી બહાર
2014 – લીગ રાઉન્ડમાંથી બહાર
2015 – સેમિ ફાઇનલ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર