1 કળી લસણ નો ઉપયોગ કરો અને રોગોને દુર કરો

1 cloves of garlic or rubbing them in their kill all diseases, to use it in this way

લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે. જેથી આજે અમે તમને લસણના એવા જ અદભુત ગુણો અને ફાયદા વિશે જણાવીશું જે કદાચ તમે પહેલાં જાણ્યા નહીં હોય.

આયુર્વેદ વિજ્ઞાને પણ લસણના ગુણધર્મોનું અને તેના અનુપમ ઔષધીય ગુણોનું સ્પષ્ટ આલેખન કર્યું છે. આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ તેના ઉત્તમ ઔષધીય ગુણો અને ઉપયોગોનું વિશેષ વર્ણન કર્યું છે જે જાણવા સમજવા જેવું છે

ગુણધર્મો

લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે. લસણમાં એક ઊડનશીલ તેલ રહેલું હોય છે. જેમાં એલાઇલ-પ્રોપાઇલ સલ્ફાઇડ 6 ટકા, ડાયએલાઇલ ડાયસલ્ફાઇડ 6 ટકા તથા બીજાં બે ગંધકયુક્ત દ્રવ્યો જોવા મળે છે. લસણ હૃદય, વાયુ અને કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે.

1 cloves of garlic or rubbing them in their kill all diseases, to use it in this way

-રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલમાં લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.

– આંતરડાનાં કેન્સરથી પીડાતી વ્યક્તિ ડોક્ટરની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરે તો કેન્સર સામે લડી શકે છે. લસણમાં ફ્રી રેડિકલ્સને રોકવાની શક્તિ છે. કેન્સરની ગાંઠ ફ્રી રેડિકલ્સથી થતી હોવાનો સંશોધકોનો મત છે. આવાં રેડિકલ્સ ડીએનએ, સેલ મેમ્બ્રેન્સ માટે હાનિકર્તા છે. લસણમાં રહેલું એલિનસ નામનું એન્ઝાઈમ નકામા કોષનો નાશ કરે છે.

-હાઈપર ટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજાં લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. નસો સ્નિગ્ધ રહે છે. આ ઉપરાંત લસણ વિશે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું જણાયું છે કે એનિમિયા, રૂમેટિક ડિસિઝ, કટિવા, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ પેરાસાઈટિક ડાયેરિયા અને કેન્સરની સારવારમાં ઉપયોગી છે. આ ઉપરાંત તે કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે.

1 cloves of garlic or rubbing them in their kill all diseases, to use it in this way

– ખીલ પર લસણનો રસ નિયમિત લગાવશો તો ધીમે ધીમે ખીલ ઓછી થઇ શકે છે. તમે તેના રસમાં વ્હાઇટ વિનેગર પણ નાંખીને લગાવી શકો છો. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. જો તમે તમારા ફેસ માસ્કમાં કેટલીક પીસેલી લસણની પેસ્ટ નાંખશો ત્વચા મુલાયમ બનશે.

– દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એકસાથે મળી જાય છે. જેથી શરીરમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને અનેક સમસ્યાઓ દૂર રહે છે.

– લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ.

-નિયમિતપણે લસણનો ઉપયોગ અને સેવન કરવાથી ત્વચામાં થતી સંક્રમણની સમસ્યા પણ દૂર થાય છે. સાથે ત્વચા સંબંધી રોગોમાં પણ રાહત મળે છે.

-લસણની કળીવાળો આહાર લેવાથી ચરબીનું પ્રમાણ ઘટતાં કમ્મરનો ઘેરાવો ઓછો થાય છે. ટાઈપ-ટૂ ડાયાબિટીસ માટે લસણ શ્રેષ્ઠ કુદરતી ઔષધની ગરજ સારે છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે અને લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

-કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી.

1 cloves of garlic or rubbing them in their kill all diseases, to use it in this way

– લસણમાં રહેલા તત્વથી પ્લેટલેટ્સ, લોહી ગંઠાવાની પ્રક્રિયા ધીમી પાડેછે. લોહીની નળી પાતળી રાખે છે જેથી લોહીનું પરિભ્રમણ બરાબર થાય અને હૃદયરોગનો હુમલો ન આવે. લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે.

– સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.

– તમારા રોજિંદા ખોરાકમાં લસણ સામેલ કરી લેવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી શરદી અથવા ખાંસી થઈ જાય તો લસણની ચા બનાવીને પીવાથી બહુ જલ્દી ફાયદો થાય છે.

1 cloves of garlic or rubbing them in their kill all diseases, to use it in this way

-ઠંડી અથવા બદલાતા મોસમમાં મોટાભાગે કોઈપણ ઉંમરના લોકોને કફ અને ઉધરસની સમસ્યા થતી હોય છે આવામાં જો તમે લસણનો નિયમિતપણે ઉપયોગ કરો તો આવી નાની-નાની સમસ્યાઓ તમારાથી દૂર રહશે.

– લસણમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી પ્રોપર્ટી હોય છે. જેની મદદથી એલર્જીને દૂર ભગાવી શકાય છે. જો લસણના જ્યૂસને પીવામાં આવે તો રેસિસ અને ચકામા પડવાની સમસ્યા પણ દૂર થાય છે.

– સિરોસિયસની સમસ્યામાં લસણ રામબાણ દવા તરીકે કામ કરે છે. સિરોસિયસથી પ્રભાવિત સ્થાન પર લસણનું તેલ લગાવવાથી ત્વચા સુંવાળી અને ક્ષતિરહિત થાય છે.

– લસણમાં ડાયલી સલ્ફાઈડ હોય છે. જે ફેરોપોરટિનની માત્રાને વધારે છે અને આયરન મેટાબોલિઝ્મને સુધારે છે.

– નિયમિત લસણ આરોગવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા પણ દૂર થાય છે. હૃદયની બીમારીઓ સાથે તાણ પણ દૂર થાય છે.

1 cloves of garlic or rubbing them in their kill all diseases, to use it in this way– લસણ ખાવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. લસણમાં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ સલ્ફર પણ હોય છે. લસણને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી પણ હેર ફોલ ઘટી જાય છે.

– લસણના સેવનથી દાંતના દુખાવામાં આરામ મળે છે. દાંતમાં દુખાવો થાય ત્યારે લસણને કાચું વાટીને દાંતમાં રાખી લેવું તેનાથી તરત આરામ મળે છે કારણ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે દાંત પર સીધો પ્રભાવ નાખે છે.

– લસણની 5 કળીને થોડાક પાણીમાં નાખીને પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ મિક્ષ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું. આ ઉપાય કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે.

– લસણનું સેવન બાળકો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ મોસમી બીમારીઓમાં તો લાભકારક હોય જ છે. સાથે જ પાંચ વર્ષ સુધીના બાળકોમાં થનારા પ્રાયમરી કોમ્પલેક્સમાં પણ બહુ ફાયદાકારક સાબિત થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


14,636 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 7 =