ભારત માં આવેલા મણિપુરના મૈબમ ઇતોમ્બા મૈતીનાં કારનામાં અંગે જાણવા પ્રયાસ કરશો તો તમને નવાઈ લાગશે. મૈબમે પોતાના શરીરના વજનને માત્ર બે કનિષ્ઠિકાઓ ઉપર ઉપાડી લીધું હતું.
મૈબમ નું પૂરું નામ મૈબમ ઇતોમ્બો મેતેઈ (Maibam Itomba Meitei) છે. મૈબમ જયારે ૧૪ વર્ષના હતા ત્યારથી જ પોતાના શરીરને માત્ર બે ટચલી આંગળીઓ દ્વારા ઉઠાવવાની પ્રેક્ટીસ કરતા હતા.
તેમની આ અનોખી કળા ને કારણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનુ નામ દર્જ કરવામાં આવ્યુ છે. તમને જાણતા નવાઈ લાગશે કે તેમણે ફ્ક્ત ત્રીસ સેકન્ડમાં સોળ વાર આવું કરીને બતાવ્યુ હતું.