માતા-પિતાનું બસ આટલું જ કહેવું છે…

32540c2

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક .. તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે અને ૮ દિવસ સુધી રોજ ૧ કલાક મારી પાસે બેસ… કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવું વરવું છે.

આપ ગમે તેટલા વ્યસ્ત હો ઓફીસ ના સમય માંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો બા / બાપુ જમ્યા ?? દવા લીધી ?? કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ (માતા પિતા નો જવાબ મળશે નિરાતે આવજે બેટા )

ઘરે આવી tv નું બટન અને છાપુ છોડી બા બાપુ પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે “બેટા થાકી ગયો હોઈશ જા હાથ મો ધોઈ ને જમી લે અને આરામ કર”

માત્ર વડીલો ને ૧ કલાક આપવાથી તેની ૨૩ કલાક સારી જશે અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે… પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને ”ફૂલ ગયું ફોરમ રહી ગઈ” તેમ પેપર માં આપવાની જરૂર નથી.. તેના કરતા તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો.

પિતા ને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે  તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતા ને નોકર ના સ્પર્શ માં દીકરા ના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેઠ કામ કર રામુ ક્રોસ કરાવી આપશે …

અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે વડીલો ની જરૂરિયાત સીમિત હોય છે કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે ???

એક વખત ટ્રાય કરો.. તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે …

Comments

comments


9,741 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 64