સામગ્રી
૧/૨ કપ મેંદાનો લોટ,
૧/૨ કપ કોર્નફ્લાવર,
સ્વાદાનુસાર મરીનો ભૂકો,
સ્વાદાનુસાર મીઠું,
લગભગ ૫ ટેબલ સ્પૂન પાણી,
૧૧/૨ કપ કેપ્સીકમની સ્લાઈસ,
૧ ટેબલ સ્પૂન ઓઈલ,
૨ ટેબલ સ્પૂન સમારેલ લસણ,
૧/૨ ટેબલ સ્પૂન સમારેલ આદુ
૧ ટેબલ સ્પૂન સમારેલ લીલું મરચું,
૧/૪ કપ સમારેલ વ્હાઈટ ઓનિયન,
૧/૪ કપ સમારેલ ગ્રીન ઓનિયન,
૧/૪ કપ સેઝવાન સોસ,
૧/૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,
૧/૪ ટેબલ સ્પૂન ગ્રીન કેપ્સીકમની સ્લાઈસ,
૧/૪ ટેબલ સ્પૂન ઓરેંજ કેપ્સીકમની સ્લાઈસ.
રીત
સૌપ્રથમ કેપ્સીકમ ફ્રાઈડ કરવા માટે બેટર બનાવવા એક બાઉલમાં મેંદાનો લોટ, કોર્નફ્લાવર, મરીનો ભૂકો અને સ્વાદાનુસાર મીઠું નાખીને પાણીના માધ્યમે બરાબર મિક્સ કરી લેવું. આ બેટરને થોડું ધટ્ટ રાખવું. તો તૈયાર છે બેટર.
હવે ફ્રાઈ કરવા માટે થોડી કેપ્સીકમની સ્લાઈસને તૈયાર કરેલ બેટરમાં નાખવી. પછી એક ડીપ નોનસ્ટીક પેન લઇને તેમાં જરૂર મુજબ તેલ નાખવું. હવે તેમાં કેપ્સીકમ નાખવા. આ કેપ્સીકમને ફ્રાઈ કરતા સમયે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થવા દેવા. પછી તવામાંથી કાઢી લેવા.
ત્યારબાદ એક બ્રોડ નોનસ્ટીક પેનમાં ઓઈલ, સમારેલ લસણ, સમારેલ આદુ અને લીલું મરચું નાખીને એકાદ બે મિનીટ સુધી સાંતડવું. પછી આ મિશ્રણમાં વ્હાઈટ ઓનિયન, ગ્રીન ઓનિયન અને સેઝવાન સોસ નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે આમાં ઉપરોક્ત ફ્રાઈ કરેલ કેપ્સીકમ નાખીને મિક્સ કરી લેવું.
આને ગાર્નિશ કરવા માટે ઉપરથી સમારેલ કોથમીર, ગ્રીન કેપ્સીકમ અને ઓરેંજ કેપ્સીકમ (ગ્રીન અને ઓરેંજ કેપ્સીકને સહેજ મીઠા વાળા કરવા) નાખવા. તો તૈયાર છે ફ્રાઈડ કેપ્સીકમ એન્ડ સેઝવાન સોસ.