સામગ્રી
* ૧/૨ કપ બારીક સમારેલ ટોમેટો,
* ૧/૨ ટીસ્પૂન ડ્રાય ઓરેગાનો,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,
* ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ લાલ મરચાં,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ કપ કુક કરેલ વોલ વીટ ફ્યુસિલી
* ૧/૨ કપ ટુકડા કરેલ ગાજર,
* ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧/૨ કપ બાફેલ અને ટુકડા કરેલ બ્રોકોલી,
* ૧/૨ કપ ટુકડા કરેલ ટામેટા,
* ૧/૨ કપ થોડી બાફેલ અને ટુકડા કરેલ કાકડી.
રીત
ટોમેટો સાલસા બનાવવા માટે એક બાઉલમાં ડ્રાય ઓરેગાનો, બારીક સમારેલ કોથમીર, બારીક સમારેલ લાલ મરચાં અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરો લેવું. પછી આ મિશ્રણને ચમચી વડે થોડું મેશ (દબાવવું) કરવું.
હવે સલાડ બનાવવા માટે એક બાઉલમાં ટુકડા કરેલ ગાજર (થોડા બાફેલા), બારીક સમારેલ ડુંગળી, બાફેલ અને ટુકડા કરેલ બ્રોકોલી, ટુકડા કરેલ ટામેટા, થોડી બાફેલ અને ટુકડા કરેલ કાકડી અને તૈયાર કરેલ ટોમેટો સાલસા નાખી મિક્સ કરવું.
આને અડધી કલાક સુધી ફ્રીઝમાં ઠંડુ થવા દેવું. ત્યારબાદ સર્વ કરવું.