માણો ચટપટી પનીર ફ્રેન્કીનો સ્વાદ

સામગ્રી

paneer-tikka-rolls

*  ૧ કપ ઘઉંનો લોટ,

*  ૧૧/૨ ટીસ્પૂન તેલ,

*  ચપટી મીઠું,

*  ૧/૨ કપ દહીં,

*  ૧ ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ,

*  ૧/૨ ટીસ્પૂન સુકી કસુરી મેથી,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  ૩/૪ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૩/૪ ટીસ્પૂન ચાટ મસાલો,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ ટીસ્પૂન બેસન,

*  ૧ કપ પનીરના ટુકડા,

*  ૧/૨ કપ ડુંગળીના ટુકડા,

*  ૧/૨ કપ ટુકડા કરેલ ગ્રીન કેપ્સીકમ,

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧ કપ ઓનિયન રીંગ,

*  ૧ કપ ચાટ મસાલો.

રીત

સૌપ્રથમ રોટલી બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ અને તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે આમાં પાણી નાખીને સોફ્ટ લોટ બાંધવો અને રોટલી વણવી. બહુ પાતળી રોટલી ન વણવી.

પછી આને તવામાં નાખીને શેકવી. હવે મેરીનેટ બનાવવા માટે એક બાઉલમાં દહીં, આદું-મરચાની પેસ્ટ, સુકી કસુરી મેથી (હાથમાં મસળી નાખવી), હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, સ્વાદાનુસાર મીઠું અને બેસન નાખીને હલાવી મિશ્રણ તૈયાર કરવું.

હવે આમાં પનીરના ટુકડા, ડુંગળીના ટુકડા અને ટુકડા કરેલ ગ્રીન કેપ્સીકમ નાખીને ચમચીથી મિક્સ કરવું. ત્યારબાદ એક નોનસ્ટીક તવાને ઓઈલથી ગ્રીસ કરવું અને પનીરના બધા જ મસાલા વાળા ટુકડા આમાં નાખી બે ત્રણ મિનીટ સુધી હલાવવા.

ત્યારબાદ આ મિશ્રણને એક પ્લેટમાં કાઢવું અને રોટલીને ફરીવાર શેકવી. હવે ઓનિયન રીંગ એક પ્લેટમાં કાઢી તેમાં ચાટ મસાલો નાખી મિક્સ કરવું. પછી રોટલી પર પનીરનું ફીલિંગ અને ઓનિયન રીંગ નાખી તેને પેક કરવા માટે કબાબની સ્ટીક લગાવવી. તો તૈયાર છે પનીર ફ્રેન્કી.

Comments

comments


7,825 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


7 × = 42