આ સાંભળતા જ લોકોના ચહેરા પર સ્માઈલ આવી જશે કે આવું તો કઈ હોતું હશે! પણ આ વાસ્તવિક છે. હોસ્પિટાલિટીના આ જમાનામાં લોકો પોતાના માટે પોતે કમ્ફર્ટટેબલ હોય તેવી વસ્તુઓ માં રહેવાનું પસંદ કરે છે અને તેણે માણે છે.
આના માટે મોટા-મોટા રીઝોર્ટ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ બન્યા છે. આજકાલ તો ઉંદરો પણ એટલા બધા મોર્ડન થઇ ગયા છે કે તેમણે તો રસ્તા પર ભટકવું ન ગમે પણ પોતાના માટે સુંદર એવું ક્યુટ રેસ્ટોરન્ટ જ જોઈએ.
વેલ, ઉંદરો માટે વિદેશમાં એક નાનકડું એવું રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ સ્વીડનના રસ્તાઓ પર બન્યું છે. ઉંદરના આ બ્યુટીફૂલ ઘરને ‘noix de vie’ (નોઈક્સ ડે વીએ) નામ આપવામાં આવ્યું છે. આ સુંદર એવા રેસ્ટોરન્ટ ને લોકો દુર-દુરથી જોવા આવે છે.
આ પ્રકારનું રેસ્ટોરન્ટ બનાવવાનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે સ્વીડન સીટી ના લોકો આને જોવે અને તેમના ફેસ પર એક સ્માઈલ આવે. નાની નાની હોટેલ્સ ટાઈપ રેસ્ટોરન્ટ ની અહી દર્શાવેલ તસ્વીરો આજકાલ સોશીયલ નેટવર્કિંગ સાઈટ પર ખુબ જ ઘૂમ મચાવી રહી છે.
આ પ્રકારના સ્પેશ્યલ ઉંદર માટે બનાવેલ રેસ્ટોરન્ટ ને જોવા માટે સોશીયલ નેટવર્કિંગ સાઈટ પર #Anonymouse નામનો ટેગ યુઝ કરીને તમે આના વિષે વધારે જાણી શકો છો.
સ્વીડન માં બનેલ આ રેસ્ટોરન્ટ ની જાણકારી parlan mousekewitz નામના વ્યક્તિએ આપી છે. આ વ્યક્તિએ જ આ રેસ્ટોરન્ટ બનાવ્યું છે. તેમના અનુસાર આ પર્યટકોને લુભાવવા માટે અને ઉંદરોની ફેવરીટ નટ શોપ થી હોટેલ તૈયાર કરવામાં આવી છે.
જયારે આ બનાવવામાં આવ્યું ત્યારે parlan mousekewitz ને ખબર ન હતી કે તેમનો આ આઈડિયા ખુબ લોકપ્રિય થઇ જશે.
જણાવી દઈએ કે ઉંદરો માટે અહી બનાવવામાં આવેલ હોટેલ્સ, શોપ્સ અને રેસ્ટોરન્ટ ને કૈપ, તાર, ટીન ના ડબ્બા, માસીસ, ટીકીટો અને સ્ક્રેપની મદદથી બનાવવામાં આવેલ છે. ઉંદરો માટેની આ પ્રકારની હોટેલ્સને લોકો વધારે પસંદ કરે છે.
આના અગાઉ અમે તમે રાજસ્થાન માં સ્થિત કરણી માતા ના મંદિર વિષે જણાવી ચુક્યા છીએ. જ્યાં ઉંદરને વધારે મહત્વ આપવામાં આવે છે. અહી તેનો એઠો કરેલ પ્રસાદ લોકોને આપવામાં આવે છે.