માનવ ની જેમ કામ કરે ગોરિલ્લા

તમે ક્યારેય કોઇ ગોરિલ્લાને માણસોની જેમ કલાકો સુધી વર્કઆઉટ કરતા જોયો છે ? જો ના જોયો હોય તો તમને જણાવી દઇએ કે બ્રિટનનાં પેંગ્ટન પ્રાણીસંગ્રહાલયમાં એક આવો જ ગોરિલ્લા રહે છે. કિવુ નામનો ગોરિલ્લા પોતાના ભારે વજન છતાં પણ સરળતાથી ઉંચેથી કૂદી શકે છે, જૂલી શકે છે અને ઉંચાઇ ઉપર ચઢી શકે છે. લાકડીના એક ચબૂતરાને પકડી તે ઘણીવાર પુલ અપ્સ પણ કરતો હોય છે.

માણસોની જેમ વર્કઆઉટ કરે છે આ ગોરિલ્લા, જુઓ તસવીરો

પેંગ્ટન પ્રાણીસંગ્રહાલયમાં આ ગોરિલ્લા પર નજર રાખનારા રોકીનું કહેવુ છે કે, ગોરિલ્લા ઘણીવાર માત્ર એક મિનિટ માટે જ રોકાય છે અને પછી પાછો ઉપર ચઢીને જૂલા ખાતો રહે છે. તેની દેખરેખ કરનારા લોકો તેને ઘણો સ્માર્ટ ગોરિલ્લા માને છે. કારણ કે આ ગોરિલ્લા પોતાનો શો ઓફ કરવાનું સારી રીતે જાણે છે.

માણસોની જેમ વર્કઆઉટ કરે છે આ ગોરિલ્લા, જુઓ તસવીરો

ગોરિલ્લાના પેંગ્ટન પ્રાણીસંગ્રહાલયમાં આવ્યા બાદ લાકડીના ચબૂતરાને ફરીથી તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી આ ચબૂતરો ગોરિલ્લાના વજનથી ટૂટી ન જાય, 13 વર્ષિય ગોરિલ્લા ન ફક્ત કલાકો સુધી વર્કઆઉટ કરતો રહે છે, પરંતુ પોતાની બીજી અદાઓથી પણ પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતો જોવા મળે છે. બ્લૂ કલરના પ્લાસ્ટિકના બેરલમાં બેસીને પ્રવાસીઓ સાથે આંખો મળાવવી તેને ઘણું ગમે છે. કિવુ ગોરિલ્લા પોતાના મસલ ચમકાવીને લોકોને દેખાડતો પણ જોવા મળે છે.

માણસોની જેમ વર્કઆઉટ કરે છે આ ગોરિલ્લા, જુઓ તસવીરોસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,762 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 20