માચુ પીચ્ચું આધુનિક વિશ્વની સાત અજાયબીઓ માંથી એક છે. દક્ષિણ અમેરિકા માં એન્ડીઝ પર્વતોની વચ્ચે વસેલ માચુ પીચ્ચું શહેર જૂની ‘ઈંકા’ સભ્યતાનું સૌથી સારું ઉદાહરણ છે. સમુદ્ર સપાટીથી આ 2430 મીટર (7970 ફૂટ) ની ઉંચાઈ પર સ્થિત છે, જ્યાં ઉરુબામ્બા નદી વહે છે. આ ઉપરના એક પહાડ પર સ્થિત છે.
માચુ પીચ્ચું પેરુમાં આવેલ છે. માચુ પીચ્ચુંનો અર્થ ‘જૂની ટોચ’ થાય છે. આ દુનિયાની સૌથી રહસ્યમય પૌરાણિક સ્થળ છે. દંતકથા પ્રમાણે માચુ પીચ્ચુંને જુના સમયમાં પવિત્ર જગ્યા માનવામાં આવતુ હતુ. આ અનોખી અને રહસ્યમય જગ્યા બનાવવાનો શ્રેય ઈંકાઓ ને જાય છે. આને ઘણા બધા અલગ અલગ પથ્થરોને એકત્રિત કરી બનાવ્યું છે.
7 જુલાઈ, 2007 ના રોજ આને વિશ્વની નવી સાત અજાયબીઓમાં શામેલ કરવામાં આવી હતી. ઈંકાએ 1450 મી સદીની આસપાસ અહી ઘરબારનું નિર્માણ કર્યું હતું. માચુ પીચ્ચું 15 મી સદીમાં વસેલ હતું. 15 મી સદી બાદ માનવામાં આવે છે કે સ્પેનિશ હુમલાખોર અહી ‘નાની ચેચક’ જેવો ભયંકર રોગચાળો લાવ્યા. જેના કારણે આ શહેર નાશ પામ્યું.
જયારે આને અજાયબીઓમાં ગણવામાં આવ્યું ત્યારે 5000 ફુટ ઉચ્ચ સ્થાન પર દરવર્ષે સેકડો લોકો એન્જોય કરવા આવે છે.
1981 માં પેરુના માચુ પીચ્ચુંને એક ઐતિહાસિક સ્મારક તરીકે એલાન કરવામાં આવ્યું. ત્યારબાદ 1983 માં આને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે દર્જ કરવામાં આવ્યું. આ શહેર વિશિષ્ટ ઈંકા શૈલીમાં નિર્મિત છે, જે પોતાની નિર્માણકળા અને એન્જિનિયરિંગ વિશિષ્ટઓ માટે વિશ્વપ્રસિદ્ધ છે. અહિના પાષાણ ખંડોને એક બીજા સાથે કોઇપણ જાતની સિમેન્ટ વગર ખુબજ સુંદરતાથી એવી રીતે જોઈન્ટ કર્યા છે કે બે શીલાઓ વચ્ચે જો તમે ઘાસનો નાનો ટુકડો નાખો તો પણ તે ન જઈ શકે.
માચુ પીચ્ચુંને શાસ્ત્રીય ઈંકા શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. આમાં પથ્થરોથી દીવાલો બનાવવામાં આવી છે. આમાં મુખ્ય 3 સ્મારક એંટી વટના, સૂર્યમંદિર અને ત્રણ બારીઓનો રૂમ છે. તમે જયારે અહી જાઓ ત્યારે તમને આના રસ્તામાં ઘણા પ્રાચીન પથ્થરો જોવા મળશે.
આ સ્મારકને દુનિયા સામે પેશ કરવાનો ક્રેડીટ ‘હિરમ બીન્ઘમ’ ને જાય છે. તેમણે આની શોધ 1911 માં કરી હતી. હાલમાં આ એક મહત્વપૂર્ણ આકર્ષક બન્યું છે.