માં નો પ્રેમ

In the strength of the love

દક્ષીણ  ફ્લોરીડામાં પોતાના ઘરની પાછળ આવેલા નાનકડા તળાવમાં બારેક વરસનો એક છોકરો નહાવા પડ્યો. પાણી એવું સરસ હતું કે મોજથી તરતા તરતા એ તળાવની વચ્ચે  છેક પહોચી ગયો. એની માતા રસોડાની બારીમાંથી એને તરતો જોઈ ખુશ થતી હતી. અચાનક એનું ધ્યાન તળાવના સામેના કિનારા તરફ ગયું. એક મોટો મગરમચ્છ સામેના કાંઠા પરથી પાણીમાં સરકી રહ્યો હતો.

એ માતાને ભયંકર ધ્રાસ્કો પડ્યો. કામ પડતું મૂકી બુમો પડતી પડતી એ ઘરમાંથી બહાર દોડી. તળાવના કાંઠે પહોચી. એ જોર જોરથી  છોકરાને કાંઠા તરફ જડપથી પાછા ફરવાનું  કહેવા લાગી. માતાની બુમો સાંભળી છોકરાએ પાછળ જોયું. મોટા મગરમચ્છને પોતાની તરફ આવતા જોઈ એણે જડપથી માતા તરફ તરવાનું શરુ કરી દીધું, પરતું પાણીમાં મગરની ઝડપ સ્વાભાવિક રીતે વધારે જ હોય. છોકરો છેક કાંઠા પાસે પહોચવા આવ્યો ત્યારે જ મગરે એના બંને પગ પોતાના જડબામાં લઇ લીધા.બરાબર એ જ વખતે માતાએ થોડાક પાણીમાં ઉતારી પોતાના દીકરાના બંને હાથ ખભા પાસેથી પકડી લીધા.  મગર દીકરાને પાણીમાં લઇ જવા ખેંચતો હતો અને માતા પોતાનામાં હતું એટલું જોર લગાવી એને બહાર ખેંચવા મથતી હતી. માં – દીકરો બંને મદદની બુમો પાડતા હતા.

એમની બુમો સાંભળી બાજુના રસ્તા પરથી પોતાના કારમાં પસાર થઇ રહેલો એક ખેડૂત ત્યાં દોડી આવ્યો. એ જ ક્ષણમાં પરિસ્થિતિનો તાગ મેળવી, પોતાની કારમાંથી બંદુક કાઠી, બરાબર નિશાન લઇ એને મગરમચ્છ પર બેથી ત્રણ ગોળી ધરબી દીધી. મગરે છોકરાના પગ છોડી દીધા. એ ખેડૂતની મદદથી લોહીલુહાણ બાળકને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો.

બે અઠવાડિયા પછી એ છોકરાનો ઈન્ટરવ્યું લેવા માટે ટેલીવિઝન ચેનલના માણસો આવી પહોચ્યા. થોડી પ્રશ્નોત્તરી પછી ટી.વી. રીપોર્ટરે કહ્યું ‘બેટા ! દર્શકોને શું તુ તારા પગ પર મગરના જડબાથી થયેલા ધા બતાવીશ?’

બાળકે કપડું ઊંચું કરી પોતાના પગ પર મગરમચ્છના દાંત થી થયેલ ઊંડા ધાના નિશાન બતાવ્યા.

એનો આભાર માની ટી.વી. રીપોર્ટર પાછો ફરવા જતો હતો ત્યાં જ એ છોકરો બોલ્યો, અંકલ ! આપણે વાંધો ન હોય તો મારે બીજા થોડાક ધાના નિશાન પણ બતાવવા છે !’

રીપોર્ટરને નવી લાગી. એણે હા પડી.

છોકરાએ પોતાનું પહેરણ કાઠી નાખ્યું. પછી બંને ખભા પર પડેલા ઊંડા નિશાન બતાવી કહ્યું ‘આ મારી માતાના વહાલના નિશાન છે !’

એના બંને ખભાની ચામડીમાં ઊંડે સુધી ખુંપી ગયેલ એની માતાના નખના નિશાન જોઈ એ રીપોર્ટર દંગ રહી ગયો. મગર પોતાના દીકરાને ખેંચી ન જાય એ માટે એ સ્ત્રીએ કેટલું જોર લગાવ્યું હશે એનો એ બોલતો પુરાવો હતો !

Comments

comments


5,072 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =