મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની બનશે આલિયા ભટ્ટ ?

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની બનશે આલિયા ભટ્ટ ? રિપોર્ટ મુજબ અભિનેત્રી આલિયા ભટ્ટ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં તેમની પત્નીનુ પાત્ર ભજવતી જોવા મળી શકે છે. ધોનીની બાયોપિકનુ નામ છે

રિપોર્ટ મુજબ મહેન્દ્ર સિંહ ધોનીનુ પાત્ર ભજવવા માટે સુશાંત સિંહ રાજપૂતનુ નામ ફાઈનલ કર્યા પછી ડાયરેક્ટર નીરજ પાંડેએ સાક્ષીનુ પાત્ર ભજવવા આલિયાનુ નામ નક્કી કરી લીધુ છે. જોકે આ વાતની ખાતરી હજુ સુધી થઈ નથી.

હાઈ-વે અને 2 સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં કામ કરીને આલિયા ઘણી પ્રશંસા મેળવી ચુકી છે. સુશાંત અને આલિયા ઉપરાંત આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન. જોન અબ્રાહમ. ગૌતમ ગુલાટી અને આફતાબના કામ કરવાની પણ ચર્ચા છે.   એવુ કહેવાય રહ્યુ છે કે ફવાદને વિરાટ. ગૌતમ ગુલાટીને ઝહીર અને આફતાબને જોગિન્દર શર્માનુ પાત્ર આપવામા આવશે.

ધોની પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન નીરજ પાંડે કરશે. નીરજ પાંડે આ પહેલા ‘એ વેડનેસ ડે’ અને ‘સ્પેશ્યલ – 26 ‘ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુક્યા છે. ફિલ્મ 2015મા ટોકિઝમાં રજુ થશે. ફિલ્મનુ પોસ્ટર 25 સપ્ટેમ્બરના રોજ રજુ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટરમાં સુશાંત પોતાના ખભા પર બેટ ઉઠાવી છે. અને તેમની જર્સી પર અંગ્રેજીમાં ધોની લખ્યુ છે.

Comments

comments


4,032 views

One thought on “મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની બનશે આલિયા ભટ્ટ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 9