મહિલાઓ ની વાતો વિષે જાણો જે ગમે છે પુરુષ ને જાણવી

Listen to the stories of women who like men

મહિલાઓની સરખામણીમાં પુરુષો પોતાની ફિલિંગ્સને જાહેર કરવામાં વધારે સમય વીતાવી દેતા હોય છે. તેનું કારણ છે તેમનો સંકોચી સ્વભાવ. તેનો અર્થ એ નથી કે તેમને પોતાના વખાણ સાંભળવા પસંદ નથી, તેમની ફિલિંગ્સને, તેમની પસંદ-નાપસંદને બતાવ્યા વિના સરળતાથી મહિલાઓ સમજી જાય તો કોઇ વાત મુશ્કેલ હોતી નથી, દરેક વખતે નહીં. કેટલીક એવી વાતો છે જેને પુરુષો મહિલાઓ તરફથી સાંભળવાની ઇચ્છા રાખતા હોય છે.

મને તમારી પર વિશ્વાસ છે

મહિલાઓની તરફથી એમ સાંભળીને પુરુષોનો આત્મવિશ્વાસ વધે છે. તેમને સારૂ લાગે છે કે કોઇ તેમની પર આટલો વિશ્વાસ કરે છે અને મહિલાઓનો તેમની પરનો આ ભરોસો મુશ્કેલ કામ પણ સરળતાથી કરાવી લે છે, કહેવાય છે ને કે વિશ્વાસ કોઇપણ સંબંધનો પાયો હોય છે.

લીડરશીપને માન આપું છું

દરેક પુરુષને એ વાતને લઇને કન્ફ્યુઝન રહે છે કે ફેમિલિને માટે તેમની લીડરશીપ સાચી દિશામાં છે કે નહીં. તેમનું વધારે રિસ્ટ્રીક્ટ થવું ખોટું તો નથી ને. તેમની આ ક્વોલિટીના મહિલાઓ વખાણ કરે છે.વિશ્વાસ કરો કે પુરુષોને સારું લાગે છે જ્યારે તેમના કોઇ આ રીતે વખાણ કરે છે. પોતાના માટેના આવા વર્તાવથી તેઓ ખુશ રહે છે. થોડા વખાણ તેમની લાઇફમાં આવનારા લોકોની સાથે લડવાની તાકાત આપે છે અને સાથે તેઓ અહીં પાછા હટતા નથી અને સાથે એક સોફ્ટ કોર્નર પણ હોય છે.

Listen to the stories of women who like men

વેલ ડન, કિપ ઇટ અપ

પુરુષોને પોતાના દ્વારા કરેલા કામોના મહિલાઓ વખાણ કરે તે ખૂબ જ ગમે છે. જે રીતે મહિલાઓ દરેક સમયે પોતાના વખાણને સાંભળવાનું પસંદ કરે છે તે જ રીતે આ વખાણની આશા પુરુષોને પણ રહે છે. મહિલાઓએ રોજ નીહં તો ક્યારેક તેમના દ્વારા કરાયેલા કામોને વખાણતા રહેવું જોઇએ. તમારા થોડા વખાણ પુરુષોને પરફેક્ટનિસ્ટ બનાવી શકે છે. તેનાથી એક પોઝિટિવિટી પણ મળે છે.

તમારી સાથે સેફ ફીલ કરાય છે

પત્ની હોય કે ગર્લફ્રેન્ડ, બંનેની એ વાતને માનવાનું રહે છે કે પુરુષોની હાજરીમાં તેઓ સેફ ફીલ કરે છે, તેમને લાગે છે કે કોઇ એવું તેમની પાસે છે જે દરેક સમયે તેમની સાથે રહે. તો રાહ ન જુઓ અને તમારી આ ફિલિંગને પોતાના પતિ, બોયફ્રેન્ડની સાથે શેર કરો. આ જાણીને પુરુષોને પણ એટલો જ આનંદ થાય છે. દરેક સુખ દુઃખમા સાથને માટે તેમનો આભાર માનતા રહેવું જોઇએ.

Listen to the stories of women who like men

તમે સાચા છો, હું ખોટી છું

મહિલાઓએ પોતાની ભૂલને ઝડપથી સ્વીકારી લેવી જોઇએ. પણ આ વાત ખાસ કરીને જોવા મળતી નથી. ખાસ કરીને ભૂલ થવાની સંભાવનાઓ રહેતી નથી અને પુરુષોને માફી માંગવી પડે છે. લડાઇ ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે. મહિલાઓની ભૂલો પર સોરી કહેવાનું પુરુષોને ખૂબ ગમે છે. આ વાતનો સંતોષ મળે છે અને સાથે જ મહિલાઓ પોતાના ઇગોની સાથે તેને ઇમ્પોર્ટન્સ પણ આપે છે.

પરિવારને માટેની જવાબદારીને વખાણવી

પુરુષોને પરિવારની સાથે જવાબદારીને પણ વખાણમવી જોઇએ. અનેક પુરુષો મહિલાઓના ઘરમાં અને પરિવારને માટે વધારે સમય આપી શકતા નથી. પરિવારની સાથે તેઓ જવાબદારીઓથી પણ દૂર ભાગે છે. તેમાં અનેક તેને સારી રીતે નિભાવે છે તો તેને માટે પ્રશંસા કરવું જરૂરી બને છે. પુરુષોને ક્યારેક આવી આશા પણ રહે છે.

Listen to the stories of women who like men

તમારી સાથેના લગ્ન, સાચો નિર્ણય

લગ્ન બાદ અનેક એવી ચીજો, આદતો હોય છે જેને પુરુષ હોય કે મહિલા બંનેએ બદલવી પડે છે. કેટલીક ચીજોને સરળતાથી અપનાવી શકાય છે અને કેટલાકમાં મુશ્કેલીઓ આવે છે. સારી ચીજોને માટે આભાર માનવાનું ભૂલો નહીં. પતિની આ વાતથી વધારે સંતોષ મળે છે અને સાથે પત્ની પોતાના લગ્નને લઇને ખુશ અને સંતુષ્ટ રહે છે. સાથે આ વાતનો વિશ્વાસ કોઇપણ સંજોગોમાં રહે છે કે તેઓ તેમને સાથ આપશે. દરેકની લાઇફમાં એક લાઇફપાર્ટનર તો હોય જ છે.

હું તમને મિસ કરું છું

કોઇપણ રિલેશનશીપને આગળ વધારવાને માટે પુરુષ હોય કે મહિલા બંને બરાબર ભાગીદાર હોય છે. પુરુષોને ફીલ કરાવો કે તેઓની ગેરહાજરીમાં તમે તેમને કેટલું મિસ કરો છો. તેમના વિના તમે કોઇ કામ સારી રીતે કરી શકતા નથી. આ વાત તમને થોડી વધારે લાગે છે પણ સાંભળવામાં સારી પણ લાગે છે. તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. નાની ચીજો જ સંબંધને મજબૂત અને વિશ્વાસ પાત્ર બનાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,856 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 10