મહારાષ્ટ્રીયન ઓનિયન પોહા

સામગ્રી

batata-poha-678x366

*  ૨ કપ ચોખાના પૌવા,

*  ૨ ટીસ્પૂન તેલ,

*  ૧/૪ કપ શિંગદાણા,

*  ૧/૨ ટીસ્પૂન રાઈ,

*  ૧/૨ ટીસ્પૂન આખુંજીરું,

*  ૪ મીઠા લીમડાના પાન,

*  ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,

*  ચપટી હિંગ,

*  ૧/૨ કપ બારીક સમારેલ ઓનિયન,

*  ૧/૨ ટીસ્પૂન હળદર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર.

રીત

સૌપ્રથમ ચોખાના પૌવા લઇ તેને ચારણીમાં કાઢીને ઘોઈ લેવા. હવે એક તવામાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં શિંગદાણા નાખી એકાદ બે મિનીટ સુધી ફ્રાઈ કરવા.

પછી આમાં રાઈ, આખુંજીરું, મીઠા લીમડાના પાન, બારીક સમારેલ લીલા મરચા, ચપટી હિંગ, બારીક સમારેલ ઓનિયન, હળદર, ધોયેલા પૌવા અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરવું.

હવે આને બે થી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું. આને ગાર્નીશ કરવા માટે બારીક સમારેલ કોથમીર નાખવી. બાદમાં આને સર્વ કરો.

Comments

comments


7,499 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 13