મહારાષ્ટ્રનું સૌથી ઘનિક મંદિર છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર

siddhivinayak-temple-mumbai

સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજી ની સુંઢ ડાભી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઢ સાથે જોડાયેલ હોય છે અને તેવા મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. આ મંદિર મુંબઇમાં આવેલ છે.

સિદ્ધિવિનાયક પોતાના દરેક ભક્ની ઈચ્છા પૂર્ણ કરે છે અને જલ્દીથી ખુશ પણ થતા દેવ છે. ગણેશજી જલ્દી કોપાયમાન પણ થઇ જાય છે.

ગણેશજીનું આ મંદિર મુંબઇની ઓળખ સાથે જોડાયેલ છે. આને ‘સેલિબ્રિટી’ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે બોલિવૂડના લગભગ દરેક સેલિબ્રિટી આ મંદિરમાં દર્શન કરવા આવે છે. દરવર્ષે આ મંદિરમાં લગભગ 50 કરોડ રૂપિયાનો ચઢાવો (દાન) આવે છે.

અહી ભગવાન ગણેશજી ની ઉપર સોનાનો તાજ 3.5 કિલો વજનનો છે. અહી દેશ-વિદેશથી બહુ મોટી મોટી હસ્તીઓ આવે છે. હાલમાં જ ભારતના પ્રવાસે એપ્પલ કંપનીના સીઈઓ ‘ટીમ કુક’ આવ્યા હતા અને અનંત અંબાણીએ તેમને આ મંદિરની મુલાકાત કરાવી હતી. કહેવાય છે કે સિદ્ધિવિનાયક ની મહિમા અપરંપાર છે. મુંબઇ નું આ સિદ્ધિ વિનાયક મંદિર ફક્ત ભારતમાં જ નહિ, વિશ્વભરમાં પણ જાણીતું છે.

આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 19 નવેમ્બર, 1801 માં કરવામાં આવી હતી. તે સમયે એક નાના મંદિરના રૂપમાં સ્થાપિત આ મંદિર અત્યારે મુંબઈનું સૌથી ભવ્ય અને સંપન્ન મંદિરોમાંથી એક છે. આનું નિર્માણ 1801 માં વિથ્થું અને દેઉબાઈ પાટિયા એ કર્યું હતું. નેતા-અભિનેતા અને બોલિવૂડ ફિલ્મોએ 1975 પછી આ મંદિરમાં ભક્તોની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે વધારો કર્યો.

Siddhivinayak-Temple-Mumbai_TemplePurohit

અહી સ્થાપિત ગણેશજી ની પ્રતિમા પણ વિશિષ્ટ છે. ભવ્ય સિંહાસન પર સ્થાપિત અઢી ફૂટ ઉંચી અને બે ફૂટ પહોળી પ્રતિમા એક જ કાળા પથ્થરથી બનાવાય છે. તેમની ચાર ભુજાઓમાંથી એક એકમાં કમળ, બીજીમાં કુહાડી, ત્રીજામાં જપમાળા અને ચોથામાં મોદક છે. ડાબા ખભા પર તરફ સાંપ લટકાયેલ છે. માથા પર એક આંખ એ રીતે છે જેમ શિવની ત્રીજી આંખ હોય છે. આ પ્રતિમાની એક તરફ રિદ્ધિ અને બીજી બાજુ સિધ્ધિની પ્રતિમા છે.

મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર મહારાષ્ટ્રમાં બીજા નંબરનું સૌથી ઘનિક મંદિર છે. આ મંદિરની પાસે 160 ટન સોનું જમા છે. સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સ્વર્ણ મૌદ્રીકરણ યોજના હેઠળ 44 કિલો સોનું જમા કરશે. દરવર્ષે આ મંદિરમાં લગભગ 50 કરોડ રૂપિયાનું દાન આવે છે. આના 125 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝીટમાં જમા છે.

અહી ફક્ત હિંદુ જ નહિ, પણ દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા-અર્ચના કરવા આવે છે. આને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ ચઢાવાના રૂપમાં લગભગ 10-15 કરોડ રૂપિયા દર વર્ષે મેળવે છે. આ મુંબઈના અન્ય આકર્ષિત સ્થળો જેમકે વરલી સી ફેસ અને હાજી અલી જુસ કેન્દ્રની નજીક છે.

A-view-of-Shree-Siddhivinayak-Ganapati-Mandir

Comments

comments


14,108 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 12