મસ્ત-મસ્ત ગર્લ રવીના ની ફિલ્મ ‘માતૃ’ નું પોસ્ટર થયું રીલીઝ

raveena-tandon_640x480_61459483107

રવીના ટંડન ની આ ફિલ્મ એ મહિલાની વાત કરે છે હિંસા અને બળાત્કાર જેવા અપરાધોનો શિકાર બની ચુકી છે. આ ફિલ્મ મહિલાઓ ને મળતા ન્યાય પર આધારિત છે. જાણીતા ટ્રેંડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટ્વીટ કરી આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે.

લાંબા ગાળા બાદ રવીના બોલીવુડ માં ફિલ્મ ‘માતૃ’ થી કમબેક કરી રહી છે. લોકોનું કહેવું છે કે રવીના ના ‘માતૃ’ ફિલ્મનું પોસ્ટર શ્રીદેવી ની ફિલ્મ ‘મોમ’ સાથે મળતું જુલતું આવે છે. કારણકે શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’ ના પોસ્ટરમાં અલગ અલગ ભાષામાં માતા શબ્દ લખવામાં આવ્યો હતો જયારે રવીના ની ‘માતૃ’ ફિલ્મમાં પણ આવું જ છે.

C7bZUZrW4AEMIf7

શ્રીદેવી ના ‘મોમ’ પોસ્ટરમાં તેના ચહેરા પણ ફોકસ કરવામાં આવ્યું હતું તેવું જ ‘માતૃ’ માં રવીના નો ફેસ બતાવવામાં આવ્યો છે. આના વિષે પણ અમે તમને જણાવી ચુક્યા છીએ.

રવીના ની આ ફિલ્મનું નિર્દેશન અશ્તર સૈયદ કરી રહ્યા છે. જોકે, આની સ્ટોરી માઈકલ પેલીકો એ લખી છે.

ઉલ્લેખનીય છે કે રવીના ટંડનની આ ફિલ્મ ૨૧ એપ્રિલે થિયેટરમાં રીલીઝ થશે.

sridevi-mom-first-look

Comments

comments


4,185 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1