સામગ્રી
* ૧ કપ ઘઉંનો લોટ,
* ૧ ટીસ્પૂન તેલ,
* ૧/૨ ટીસ્પૂન મીઠું,
* ૧૧/૨ ટીસ્પૂન તેલ,
* ૧ ટીસ્પૂન છીણેલ આદું,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,
* ૧/૨ ટીસ્પૂન હળદર,
* ૨ ટીસ્પૂન મરચું,
* ૧ ટીસ્પૂન પીસેલું ધાણાજીરું,
* ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧૧/૨ કપ બારીક સમારેલ ટામેટાં,
* ૨ ટીસ્પૂન કપ બારીક સમારેલ કોથમીર,
* ૧ કપ રાજમાં,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ કપ વિસ્ક કરેલ દહીં,
* ૧/૨ કપ છીણેલ કાકડી,
* ૧/૨ કપ છીણેલ ગાજર,
* ૧/૨ ટીસ્પૂન આદું-મરચાંની ચટણી,
* ૧ ટીસ્પૂન સ્પ્રિંગ ઓનિયન ગ્રીન.
રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું અને જરૂર પાણી નાખીને સોફ્ટ લોટ બાંધવો. પછી આના ગુલ્લા કરીને રોટલી વણવી. હવે આને તવીમાં આછી પાકી શેકવી.
હવે તવામાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં છીણેલ આદું, બારીક સમારેલ લસણ, હળદર, મરચું, પીસેલું ધાણાજીરું, બારીક સમારેલ ડુંગળી અને બારીક સમારેલ ટામેટાં નાખી ટામેટાને થોડા કુક થવા દેવા.
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી એટલેકે અડધા ગ્લાસ જેટલું પાણી નાખવું. હવે તેમાં પલાળેલ, બાફેલા અને થોડા ક્રશ કરેલા રાજમાં, બારીક સમારેલ કોથમીર અને સ્વાદાનુસાર મીઠું નાખી બાદમાં આ ટોપિંગ તૈયાર છે.
પછી દહીંનું ડ્રેસિંગ બનાવવા માટે વિસ્ક કરેલ દહીં, છીણેલ કાકડી, છીણેલ ગાજર અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે તૈયાર છે ડ્રેસિંગ.
ત્યારબાદ આછી પાકી શેકેલી રોટલીને ફરીવાર શેકવી. હવે તેમાં આદું-મરચાંની ચટણી લગાવવી. પછી તેની ઉપર દોઢ ચમચી જેટલું રાજમાંનું ફીલિંગ નાખીને દહીંના ડ્રેસિંગનું વધારે એક લેયર અને સ્પ્રિંગ ઓનિયન ગ્રીનનું વધારે એક લેયર બનાવવું.
હવે રોટલીને વ્રેપ કરી લેવી. પછી આને સર્વ કરો.