આ કંપની ફક્ત કાર જ નહિ, સાયકલ પણ બનાવે છે

Ranging from Mercedes to BMW, the car also makes the 7 companies in the same cycle

મર્સિડીઝ બેન્ઝ, ફરારી, ઓડી, ફિએટ જેવી દિગ્ગજ કાર કંપનીઓ આજે પણ સાઇકલનું પ્રોડક્શન કરે છે. મર્સિડીઝ બેન્ઝની શરૂઆત તો સાઇકલ પ્રોડક્શનથી જ થઈ હતી. આ કંપનીઓની સાઇકલ અલગ અલગ રીતે ખાસ હોય છે. તેમાંથી ઘણી કંપની તો એવી પણ છે, જે કાર નિર્માતા તરીકે 100 વર્ષ પુરા કરી લીધા છે. આ કંપનીઓની સાઇકલની કિંમત 25 લાખ રૂપિયા સુધીની હોય છે. તેનાં પ્રોડક્શનમાં લેટેસ્ટ ડિવાઈસીસ, કાર્બન ફાઈબર મટીરિયલ અને એરોડાયનેમિક્સ ટેક્નોલોજીનું ઉપયોગ કરવામાં આવે છે. સમયની સાથે સાઇકલના ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ મોડલ પણ આવવા લાગ્યા છે. Janvajevu.com તમને આ કંપનીઓની ખાસ સાઇકલ વિશે જણાવી રહ્યું છે.

બીએમડબલ્યૂ

Ranging from Mercedes to BMW, the car also makes the 7 companies in the same cycle

વિશ્વભરમાં લક્ઝરી કારના શોખીને માટે બીએમડબલ્યૂ એક જાણીતું નામ છે. બીએમડબલ્યૂ જર્મનીની કંપની છે, જેની સ્થાપના 7 માર્ચ 1916ના રોજ થઈ હતી. બીએમડબલ્યૂ ખાસ પ્રકારની સાઇકલ પણ બનાવે છે. બીએમડબલ્યૂની સાઇકલની કિંમત 1350 ડોલરથી શરૂ થઈને 3228 ડોલર (86 હજારથી લગભગ 2 લાખ રૂપિયા સુધી)ની હોય છે. આ કંપની મોટે ભાગે કાર્બન ફાઈબરની સાઇકલ બનાવે છે.

ઓડી

ઓડી જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની છે. ઓડીએ જૂન-જુલાઈમાં જ પોતાની ઈ-બાઇકનું કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યું હતું. તેની કિંમત 19500 ડોલર (લગભગ 12.50 લાખ રૂપિયા) છે. ઓડી પોતાની જર્મન ભાગીદાર લાઇટવેટની સાથે મળીને લગભગ 5.8 કિલોગ્રામ વજનવાળી આવી 50 સાઇકલનું ઉત્પાદન કરવા જઈ રહી છે.

ફરારી

Ranging from Mercedes to BMW, the car also makes the 7 companies in the same cycle

ઇટલની પ્રખ્યાત સ્પોર્ટ્સ કાર નિર્માતા ફરારી લાંબા સમયથી સાઇકલનું વેચાણ કરી રહી છે. ફરારીની સાઇકલના મોડલ ખાસ હોય છે. હાલના દિવસોમાં ફરારીની સાઇકલ કોલનાગો કાડાઇ-2 રેસર ચર્ચામાં છે. તેની કિંમત 16750 ડોલર, મતલબ 10 લાખ 55 હજાર રૂપિયા છે. ઉપરાંત ફરારીએ હાથેથી બનેલ સાઇકલ બનાવવા માટે પિનિનફેરિના સાથે કરાર કર્યા છે. અત્યાર સુધી આ પ્રકારની 30 સાઇકલ તૈયાર કરવામાં આવી છે. તેની કિંમત 6.4 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ફોર્ડ

ફોર્ડની સાઇકલ ઘણી પ્રખ્યાત છે. ફોર્ડની સાઇકલ તમને ઈબે પર લગભગ 3500 હજાર ડોલર (લગભગ 2.24 લાખ રૂપિયા)માં મળી જશે. આ ઇલેક્ટ્રિક સાઇકલ એલ્યૂમીનિયમની બનેલી છે. તેની ગતિ ગજબની છે. ફોર્ડની સાઇકલ લગભગ 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેનું વજન લગભગ 28 કિલોગ્રામ છે.

ફિએટ

Ranging from Mercedes to BMW, the car also makes the 7 companies in the same cycle

ફિએટ ઇટલની કંપની છે. આ કંપની ઇટલીમાં વિખ્યાત કાર નિર્માતા તરીકે ઓળખાય છે. ફિએટ લોકો માટે માટે એવી સાઇકલ બનાવે છે, જેની સાઇકલ વાળીને પણ રાખી શકાય છે. ફિએટની આ સાઇકલનું નામ 500 લાઉન્જ મોડલ છે જે ટ્રેકિંગ સાઇકલ છે.

એસ્ટન માર્ટિન

એસ્ટન માર્ટિનની વન-77 સાઇકલ કોઈ મોટર બાઇક જેવી છે. હાઈડ્રોલિક ડિસ્ક ફ્રેમ, ઇલેક્ટ્રિક શિફ્ટિંગ અને એલઈડી લાઈટ્સની સાથે આ સાઇકલ કાર્બન ફાઇબરની બનેલી હોય છે. લિમિટેડ એડિસનવાળી આ સાઇકલ ઘણી મોંઘી છે. એસ્ટન માર્ટિનની આ સાઇકલની કિંમત લગભગ 39 હજાર ડોલર (લગભઘ 25 લાખ રૂપિયા) છે

શેવરલે

Ranging from Mercedes to BMW, the car also makes the 7 companies in the same cycle
શેવરલે અર્જેન્ટીનાના પોતાના ગ્રાહકો માટે સાઇકલના ત્રણ મોડલ 2014માં લોન્ચ કર્યા હતા. તેમાં માઉન્ટેન બાઇક, ફોલ્ડ થતી સાઇકલ અને બાળકોની સાઇકલના મોડલ સામેલ છે. તેની કિંમત 375 ડોલર મતલબ 23 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,739 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =