મચ્છરોથી હેરાન થઇ ગયા છો? તો ભગાવો આ રીતે

zika_TFCL

ઉફ્ફ!! ઓહ ગોશ!! ગંદી ગટરના મચ્છરો અને તેનાથી થતી બીમારીઓ!! બધાને તોબા તોબા કરી મુકે છે ખરુંને? મચ્છરોના ડંખ અને તેના દ્વારા ફેલાતી બીમારીઓથી આજસુધી કોઈ જ નથી બચી શક્યું. અમુક મચ્છરો જીવલેણ હોય છે જયારે અમુક નોર્મલ.

ઠીક છે. અહી મચ્છરોને ઘરેલું નુસ્ખાઓથી કેમ ભગાડવા તે અંગે ટીપ્સ જણાવી છે. તો વાંચી લો ફટાફટ…

*  મચ્છરો ભગાવવાનો સૌથી સારો અને લોકોપ્રિય ઉપાય છે કપુર. આ ઉપાય બધા ને જ ગમશે કારણકે આ આપે છે ખુબ જ મનમોહક સ્મેલ. કપુરને સારો એવો હોમ ક્લીન્ઝર માનવામાં આવે છે. આનાથી આખા ઘરમાં સુગંધ ફેલાયેલ રહે છે.

રૂમમાં કપુરનો દીવો સળગાવો. આનાથી આની ગંધ આખા ઘરમાં છવાશે અને ફેલાયેલ કીટાણુંઓ મરી જશે. આની ગંધથી મચ્છર ફટાકથી ભાગશે અને કીડીઓનો જો વધારે ઉપદ્રવ હોય તો તે પણ દુર થશે.

માનવામાં આવે છે કે કપુરના ધુમાડામાં મચ્છર દુર કરવાની ક્ષમતા રહેલ છે. કપુરને સળગાવતા સમયે  ૧૦ મિનીટ માટે રૂમ બંધ રાખવો. જેથી તેની સ્મેલ અને ધુમાડો બહાર ન જાય.

*  તીવ્ર ગંધ ઘરાવતું લસણ પણ મચ્છર ભગાવવા સહાયક છે. આના માટે લસણના રસને શરીરમાં લગાવો. કે પછી ઘરના અમુક હિસ્સામાં ચાર પાંચ ટીપા રેડો.

*  લવિંગ અને તેનું તેલ પણ અસરકારક છે. ઘણી બધી રીસર્ચમાં પ્રમાણિત થઇ ચુક્યું છે કે લવિંગનું તેલ મચ્છર ભગાવવા સહાયક છે. લવિંગના તેલને નારીયેલના તેલ સાથે મિક્સ કરી ત્વચા પર લગાવવાથી મચ્છર ડંખ નથી મારતા.

*  આ સિવાય સફરજનમાં કાણા પાડીને તેમાં લવિંગ મુકવા. આનાથી પણ મચ્છર છુમંતર થઇ જશે.

*  સળગતા કોલસામાં નારંગીની છાલ નાખો. આના ઘુમાડાથી પણ મચ્છર ભાગશે.

Comments

comments


20,420 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 + = 9