મગની દાળનો હાંડવો – જાણવા જેવું

સામગ્રી

DSC_0080

* ૧ કપ પીળી મગની દાળ (૩ કલાક સુધી પલાળેલી),

* ૨ ટી સ્પૂન રવો,

* ૧/૨ કપ કાપેલી ગાજર,

* ૨ ટી સ્પૂન દહીં,

* ૧/૨ ટી સ્પૂન સાકર,

* ૨ ટી સ્પૂન આદું, મરચાની પેસ્ટ,

* ૨ ટી સ્પૂન બારીક કાપેલ કોથમીર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટી સ્પૂન ફ્રુટ સોલ્ટ

* ૨ ટી સ્પૂન પાણી.

રીત

handvo

એક બાઉલમાં ચારણીથી મગની દાળ નાખવી જેથી બધું પાણી નીકળી જાય. હવે આ દાળને મિક્સરમાં (પાણી વગર) સારી રીતે પીસી નાખવી. દાળના આ પેસ્ટના રવો, ગાજર, દહીં, સાકર, આદું-મરચાની પેસ્ટ, કોથમીર અને મીઠું નાખવું. હવે આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ આમાં ફ્રુટ સોલ્ટ અને પાણી નાખવું. હવે ફરી વખત ધીમા હાથે આ મિશ્રણને હલાવવું. તો તૈયાર છે આ મિશ્રણ.

વધાર માટે

img_how_to_bake_handvo_4389_orig

સામગ્રી

* ૨ ટી સ્પૂન તેલ,

* ૧/૨ ટેબલ સ્પૂન રાઈ,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ.

રીત

DSC_0619

એક પેનમાં તેલ, રાઈ અને હિંગ નાખ્યા બાદ આમાં તૈયાર કરેલ દાળનું મિશ્રણ નાખી દેવું. હવે ધીમા તાપે ૭ થી ૮ મિનીટ સુધી હાંડવા ને ગરમ થવા દેવો. હવે આ હાંડવોને એક પ્લેટ પર ઉલટો કરી નાખવો. હવે આને ફરી વાર ઉલટો કરીને બીજી બાજુ સેકાવવા માટે ઢાકી દેવો. બીજી બાજુ ઉલટો કર્યા બાદ આને ૫ મિનીટ સુધી સેકવા દેવો. તો તૈયાર છે હાંડવો. તમે આને તમારા મનપસંદ આકારમાં કાપીને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

Comments

comments


6,593 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 7 =