રંગ-બેરંગી પતંગોથી સજેલું ખીલેલું આકાશ, ઉતરાયણમાં ખીલેલા નારંગી સૂર્ય દેવતા, તલ-ગોળની મીઠી ભીની સુગંધ અને દાન પુણ્ય કરવાની ઉદાર ધાર્મિકતા. આજ ઓળખ છે ભારતના અનોખા અને ઉમંગથી ભરેલ પર્વ મકરસંક્રાંતિ ની. મકરસંક્રાંતિ એટલેકે સૂર્યની દિશા પરિવર્તન, મોસમ પરિવર્તન, હવા પરિવર્તન અને મનનું પરિવર્તન.
મનને મોસમ સાથે ઊંડા સંબંધ છે. આજ કારણ છે કે જયારે મોસમ બદલાય છે ત્યારે મનમાં તરંગો ઉઠે એ સ્વાભાવિક છે. આ તરંગોના ઉડાનને જ આસમાનમાં ઉંચી ઉડતી પતંગોના માધ્યમથી વ્યકત કરી શકાય છે.
પતંગ અને સંબંધોનું ગણિત
આ પતંગો આપણને જીવનના સરળ અને અધરા પેચ શીખવાડે છે. સંબંધોમાં એટલી બધી ઢીલ ન રહે કે સામે વાળા લહેરાતા જ રહે અને એટલો તણાવ પણ ન રહે કે તે આગળ જ ન વધી શકે. આ પતંગો ઉન્નતિ, ઉમંગ અને આનંદનો તહેવાર છે. આ પતંગો બાળકોની ખુશીનું કારણ છે. આ પતંગ આકાશને અડવાનો રંગ ભરી જુસ્સો આપે છે.
તલ, ગોળની મીઠાશમાં સબંધોની રચના
પતંગોના સરસરાહટ થી પતંગબાજો ના મનમાં જે હિલોળા ઉઠે છે તેને અભિવ્યક્ત ન કરી શકાય. તેને તો તેના હાથની કળા અને રોમાંચિત ચહેરાથી જ પારખી શકાય છે. મકરસંક્રાંતિ નું બીજું આકર્ષણ તલ, ગોળની મીઠાશ છે. તલ, ગોળની પોષ્ટિકતા થી બધા લોકો પરિચિત છે.
તલ એ બદલાતા મોસમથી લડવામાં તાકાત આપે છે જયારે ગોળની જેમ આપણા બધાના સંબંધોમાં પણ મીઠાશ આવે તેવું આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ. પરંતુ, ફક્ત ગોળને આપણે વધારે નથી ખાય શકતા. આનું કારણ એ છે કે તલની સાથે તેનું કુશળ સંયોજન બેસાડી શકાય છે. સંબંધોમાં પણ આજ સંયોજનની ખાસ જરૂર છે.
દાન, પુણ્ય સાથે અહમ નો ત્યાગ
ત્રીજું આકર્ષણ દાન અને પુણ્યનું હોય છે. જેણે થોડું આપણે સમાજ પાસેથી લઈએ છીએ, તેને કોઈને કોઈ માધ્યમથી સમાજને પાછુ આપવું તે જ દાન છે. દાન આપણને વિનમ્ર બનાવે છે. દાન આપણને એ અનુભૂતિ કરાવે છે કે ભગવાને આપણને એટલા યોગ્ય બનાવ્યા કે આપણે કોઈના મદદગાર બની શકીએ.
ધર્મ શાસ્ત્ર પુરાણ અને ગ્રંથોમાં વર્ણિત નિયમોને થોડા સમય સુધી ન પણ માનીએ તો, દાનની પ્રક્રિયા અસીમ સંતોષ આપે છે. પરંતુ, તેમાં ‘હું’ નો અહમ ભાવ કે ‘અભિમાન’ નો ભાવ છુપાયેલો ન હોવો જોઈએ.
મકરસંક્રાંતિ માં પતંગોથી સજેલ અને તલ, ગોળથી સુગંધીદાર પર્વ આપણા બધા માટે, દેશની ઉન્નતિ અને નિરંતર વિકાસનું પ્રતિક બને એ જ રંગેબેરંગી શુભકામનાઓ છે.