બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીનો આજે જન્મદિવસ છે. તેને જન્મ 15 એપ્રિલ, 1972ના રોજ કોલકાતામાં થયો હતો. મંદિરાએ 1994માં ટીવી સીરિયલ ‘શાંતિ’ દ્વારા કરિયરની શરૂઆત કરી. આ પછી તેણે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મંદિરા ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાર ભી કભી બહુ થી’માં પણ કામ કરી ચૂકી છે. મંદિરા કેટલાય ટીવી શોઝમાં એંકર તરીકે જોવા મળી.
મંદિરા 2003 અને 2007ના વર્લ્ડ કપને હોસ્ટ કરી જોવા મળી હતી. તેણે ગ્લેમરસ અંદાજમાં કેમેન્ટ્રી કરી ખૂબ નામના મેળવી હતી. સાથે જ તે આપીએલ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પોતાના અવાજનો જલવો બતાવી ચૂકી છે.
એંકર મયંતી લેંગર પણ કેમેન્ટ્રીમાં કોઇનાથી પાછળ નથી. ક્રિકેટમાં ગ્લેમરનો તડકો કેવી રીતે લગાડી શકાય, એ વસ્તુ તે જાણે છે. મયંતીએ ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં કેમેન્ટ્રી કરી હતી. હાલમાં જ આયોજીત વર્લ્ડ કપ દરમિયાન પણ તેણે કેમેન્ટ્રી કરી લોકોના દિલ જીત્યાં હતાં. મયંતી, ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.
અર્ચના વિજય
અર્ચના વિજય ભારતની બેસ્ટ ક્રિકેટ એંકર્સમાંથી એક છે. તે “Tour Diary for extra cover” અને “Cricket Masala mar ke”ને હોસ્ટ કરી ચૂકી છે.
કરિશ્મા કોટક
બ્રિટિશ મોડલ કરિશ્મા કોટક એક ક્રિકેટ પ્રેજેન્ટર પણ છે. કરિશ્મા આઇપીએલ-6 દરમિયાન કેમેન્ટ્રી કરી ક્રિકેટ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી ચૂકી છે.
લેખા વોશિંગ્ટન
લેખા વોશિંગ્ટન આઇપીએલની પહેલી સિઝનમાં એંકર તરીકે જોવા મળી હતી. તેણે કેનેડાની ટી-20 ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ ટીવી પર હોસ્ટ કરી હતી.
રોશેલ મારિયા રાવ
રોશેલ મારિયા રાવએ 2013માં કરિશ્મા કોટક, સમીર કોચર અને ગૌરવ કપૂર સાથે આઇપીએલ હોસ્ટ કરી હતી. તેણે એંકરિંગ ટેલેન્ટ દ્વારા લોકોને પ્રભાવિત કર્યા હતા.
શિવાની દાંડેકર
સિંગર, એક્ટર અને મોડલ શિવાની દાંડેકર આઇપીએલની ચોથી સિઝનથી જ એક્સ્સ્ટ્રી ઇનિંગ કરી રહી છે. તેણે નવજોત સિંહ સિદ્ધુ અને શોએબ અખ્તર જેવા ક્રિકેટ એક્સપર્ટ સાથે ક્રિકેટની ટેક્નિક પર પણ ચર્ચા કરતી નજરે પડી ચૂકી છે.
સોનાલી નાગરાની
સોનાલીએ કેટલાય ક્રિકેટ શોઝ હોસ્ટ કર્યા છે. સોનાલીએ પ્રથમ ચાન્સ આઇપીએલની પહેલી સિઝન હોસ્ટ કરવાનો મળ્યો હતો. સાથે જ તે આઇપીએલની એક્સ્ટ્રા ઇનિંગ્સ અને ટી-20 વર્લ્ડ કપ પણ હોસ્ટ કરી ચૂકી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર