મંગળયાને ભારતને ફરીથી આપાવ્યું ગર્વ

 

 

 

તાજેતરમાં ભારતે મંગળયાનને મંગળ ઉપર મોકલીને વિશ્વમાં ઇતિહાસ સર્જ્યો હતો. બીજા કોઇ દેશોએ જે કામ વારંવાર પ્રયત્નો કરવા છતા ન કરી શક્યા તે કામ ભારતે પ્રથમ પ્રયત્નથી કરી બતાવ્યું હતું. આ પ્રસિદ્ધના કારણે મંગળયાન પણ વિશ્વમાં જાણીતું થયું છે. 

ભારતના મંગલ મિશનને વર્ષ 2014ના શ્રેષ્ઠ આવિષ્કારોમાં સ્થાન મળ્યું છે. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને ભારતના મંગળયાનનું મંગળગાન કરતા તેને 2014ની સર્વશ્રેષ્ઠ સિધ્ધિઓમાં સામેલ કર્યું છે. અને તેને પ્રાદ્યૌગિકિના ક્ષેત્રમાં એક એવી ઉપલબ્ધી બતાવી છે જે ભારતના આંતરરાષ્ટ્રીય અભિયાનોમાં પગ પસારવાનો મોકો પ્રદાન કરશે.

ટાઇમ મેજેઝિને મંગલયાનને ‘ધ સુપર માર્ટ સ્પેશક્રાફટ’ નું નામ આપ્યું છે. મેગેઝિને જણાવ્યું છે કે કોઇપણ મંગળ ગ્રહ પર પ્રથમ પ્રયાસમાં પહોંચ્યું નથી . અમેરિકા નહીં, રશિયા પણ નહીં અને યુરોપીય દેશ પણ નહીં. પરંતુ ભારતે આવું કરી બતાવ્યું છે. અને આવી સિધ્ધિ કોઇ એશિયાઇ દેશે પણ મેળવી નથી. ટાઇમ મેગેઝિને મંગળયાનને 2014ની 25 સર્વશ્રેષ્ઠ સિધ્ધિઓમાં સામેલ કર્યું છે. જે દુનિયાને વધુ સારી સુંદર અને કેટલાક કિસ્સાઓમાં આનંદદાયક બનાવનારી છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,999 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =