ભોજન બાદ આ 7 કામ કરવાથી શરીર અને પેટ બનશે રોગિષ્ઠ

7. If the job after a meal, your body will become sick and stomach

પોતાના ખાનપાન પર તો બધાં લોકો બહુ જ ધ્યાન આપતા હોય છે પરંતુ ભોજન બાદ શું ન કરવું જોઈએ તેના વિશે લોકોને ખબર હોતી નથી. કેટલાક લોકો જાણતા હોવા છતાં અણદેખું કરે છે. જેનું ખરાબ પરિણામ પાછળથી ભોગવવું પડે છે. કેટલાક લોકો ભોજન કર્યા બાદ કેટલીક એવી ખરાબ આદતો હોય છે જેના કારણે અજાણતા જ સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તમે ભલેને ગમે એટલું પૌષ્ટિક ભોજન કરો પરંતુ જો તે ખોરાક તમારા અંગને ન લાગે તો ખાધું ન ખાધું બધું એક બરાબર જ છે. જો તમે એવું ઈચ્છો જો કે તમારું સ્વાસ્થ્ય અડીખમ રહે તો ભોજન કર્યા બાદની અહીં જણાવેલી આ આદતોને ત્યજી દેવી. તો જાણી લો કઈ છે આ આદતો.

ધૂમ્રપાન કરવું

7. If the job after a meal, your body will become sick and stomach

આમ તો ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે એ તો બધાં જાણે જ છે પરંતુ ભોજન કર્યાના તરત બાદ જો ધૂમ્રપાન કરવામાં આવે તો તેનાથી વધુ નુકસાન થાય છે. જે લોકોને ભોજન કર્યા બાદ સિગારેટ કે પાન-મસાલા ખાવાની આદત હોય છે તેમનું પાચનતંત્ર સતત બગડતું રહે છે અને ખોરાક પચાવવામાં મુશ્કેલી થાય છે. સિગરેટ કે તંબાકૂની લત જે લોકોને હોય છે તેમને ભોજન બાદ કે ચા પીધા પછી તરત જ તેનું સેવન કરવાની તલબ લાગે છે. પણ આવું ન કરવું જોઈએ. ભોજન કર્યાના તરત બાદ સિગરેટ કે તંબાકૂનું સેવન કરવાથી ગૈસ્ટ્રિક અને એસિડિટી થાય છે.

તરત જ ફળ ખાવા

7. If the job after a meal, your body will become sick and stomach

જો તમે ભોજનની સાથે કે ભોજન કર્યાના તરત બાદ ફળો ખાઓ છો તો તે અમાશયમાં અટકી જાય છે અને યોગ્ય સમયે આંતરડા સુધી પહોંચી શકતું નથી. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને પેટ પણ દૂષિત થઈ જાય છે. જેથી એવી સલાહ આપવામાં આવે છે કે ભોજન કર્યાના એક કલાક બાદ કે એક કલાક પહેલાં ફળોનું સેવન કરવું જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ કે ફળોના ખાસ ફાયદા મેળવવા માટે સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. આનાથી આખા દિવસ માટે સારી એવી ઊર્જા મળી રહે છે.

ચા કે કોફી પીવી

7. If the job after a meal, your body will becom7. If the job after a meal, your body will become sick and stomache sick and stomach

વધુ ચા કે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે આ વાત તો મોટાભાગના લોકો જાણતા જ હશે પરંતુ શું તમે જાણો છો કે ભોજન કર્યા બાદ તો ભુલથી પણ ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં કેફીન પદાર્થ અને એસિડની માત્રા વધારે હોય છે. આ પદાર્થ ખોરાકમાં ભળીને પ્રોટીનને નુકસાન કરે છે. જેના કારણે ભોજન પચાવવામાં મુશ્કેલીઓ થાય છે. જેથી જે લોકોને ચા વધુ ચા પીવાની કે વારંવાર ચા પીવાની આદત હોય તેમણે ભોજન કર્યાના એક કલાક બાદ જ ચા પીવી જોઈએ.

બેલ્ટ ઢીલું કરી દેવું

7. If the job after a meal, your body will becom7. If the job after a meal, your body will become sick and stomache sick and stomach

મોટાભાગે સ્વાદિષ્ટ ભોજન જોતાં જ લોકો પોતાના પેન્ટનું બેલ્ટ ઢીલું કરી દેતા હોય છે. આવું કરવું ખોટું છે, આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવું કહેવાય છે કે ભોજન કરતી વખતે બેલ્ટ લુઝ ન કરવું જોઈએ. આવું કરવાથી આંતરડા બ્લોક થઈ જાય છે અને ખોરાક પણ વધારે પ્રમાણમાં ખવાઈ જાય છે. આનાથી કારણે ગભરામણ, અપચો અને પેટ સંબંધી સમસ્યાઓ થાય છે. એક વાતનું હમેશા ધ્યાન રાખવું કે જેટલી ભૂખ લાગી હોય એનાથી થોડું ઓછું જ ખાવું જોઈએ.

ભોજન કર્યા બાદ સ્નાન કરવું

7. If the job after a meal, your body will becom7. If the job after a meal, your body will become sick and stomache sick and stomach

કેટલાક લોકોને ભોજન કર્યાના તરત બાદ સ્નાન કરવાની આદત હોય છે. આપણા વડીલોના મોઢે પણ તમે સાંભળ્યું હશે કે ભોજન કરીને સ્નાન ન કરવું જોઈએ. પણ આજકાલ લોકો આ બધું માનતા નથી, જેની ખરાબ અસર ભોગવવી પડે છે. ભોજન કર્યા બાદ તરત નહાવાથી હાથ, પગ અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે. આનાથી પેટની ચારેય બાજુ લોહીની માત્રા ઘટી જાય છે. આના કારણે પાચનતંત્ર સંબંધી સમસ્યા પેદા થાય છે અને પાચન નબળું થઈ જાય છે.

વોક કરવી

7. If the job after a meal, your body will becom7. If the job after a meal, your body will become sick and stomache sick and stomach

વોક કરવી સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી માનવામાં આવે છે પણ જો યોગ્ય સમયે કરવામાં આવે ત્યારે તેના ફાયદા મળે છે પરંતુ જો ભોજન કર્યાના તરત બાદ વોક કરવામાં આવે તો તેના નુકસાન થાય છે. આનાથી અપચાની સમસ્યા થઈ શકે છે. જોકે ભોજન કર્યાના અડધા કલાક બાદ વોક કરવાથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે. વોક કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે ભોજન કર્યાના અડધા કલાક પછી 20થી 30 મિનિટ સુધી વોક કરવાછી પેટમાં ગરબડ થતી નથી અને એસિડ બનતું નથી.

ભોજન કર્યા બાદ તરત ઉંઘી જવું

7. If the job after a meal, your body will becom7. If the job after a meal, your body will become sick and stomache sick and stomach

જે લોકો ભોજન કર્યાના તરત બાદ સૂઈ જાય છે અથવા સૂતા સૂતા ટીવી જોવે છે તેમને ખોરાક સરખી રીતે પચતું નથી. આ જ કારણથી આવા લોકોને હમેશા ગેસની સમસ્યા રહે છે અને આંતરડામાં ઈન્ફેક્શન થવાનો ખતરો પણ રહે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


8,747 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 3 =