ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?

ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી:- સમજદાર
ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થીની :- બોય-ફ્રેન્ડ.!

————————–

નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા– કેમ રુઓ છો?
નથુભા– આ બુકનો અંત બહુ ખરાબ છે
બા– કઇ બુક?
નથુભા– બેંકની પાસબુક

—————————

બાપુ, તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો?
બાપુ : – “સાલુ….આ પેન્ટ કોનું પહેર્યું?

મોકલનાર વ્યક્તિ

Atul Padsala

Comments

comments


10,341 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 9