સફરજન ખાવુ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ અને એટલે આપણે તે કહેવત પણ ગોખી નાખી છે કે રોજનુ એક સફરજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે. પરંતુ આજની યુવા પેઢીને સફરજન ખાવામાં પણ તેમની ઘણી પસંદ-નાપસંદ હોય છે અને એટલે જ તેઓ મોટા ભાગે સફરજનની છાલ કાઢીને તેને ખાતા હોય છે. તો આવો આજે અમે તમને જણાવી દઈએ કે સફરજનની સાથે તેની છાલ પણ તેટલી જ ગુણકારી છે અને તે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
શોધકર્તાઓએ તાજેતરમાં જ એક રિસર્ચ કર્યુ છે કે સફરજનને હંમેશા તેની છાલ સાથે જ કાવુ જોઈએ. આ વિશેનુ કારણ જાવતા તેમણે કહ્યુ છે કે, એક મધ્યમ આકારના છાલ સાથેના સફરજનમાં 8.4 મિલીગ્રામ વીટામીન સી અને એની 98 ટકા આંતરરાષ્ટ્રીય યૂનિટનો સમાવેશ થતો હોય છે. હવે જો સફરજન પરથી છાલ હટાવી દેવામાં આવશે તો વીટામીન ‘સી’ની માત્રા 6.4 મિલીગ્રામ જ રહેશે અને વીટામીન ‘એ’ની માત્રા 61 મિલીગ્રામ રહેશે.
આમ, છાલ કાઢીને સફરજન ખાવાથી તેનો ફાયદો 100 ટકા થવાની જગ્યાએ માત્ર 60થી 65 ટકા જ રહેશે. છાલ વાળા સફરજનમાં 4.4 ગ્રામ ફાઈબર હોય છે, છાલ ઉતાર્યા પછી તેમાં ફાઈબરનુ પ્રમાણ પણ ઘટીને 2.1 ગ્રામ જ રહે છે. આમ, સફરજનથી તમારા શરીરને જેટલુપોષણ મળવુ જોઈએ તેટલુ મળતુ નથી.
એનિમિયાઃ-
સફરજનની છાલ પ્રેગનેન્સીમાં લોહીની અછતને દૂર કરવામાં સહાયતા મળે છે. તેમાં સારા પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. વધુમાં તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને જિંક પણ હોય છે. આ માટે પ્રેગનેન્ટ મહિલાઓએ સફરજનનું તેની છાલ સાથે સેવન કરવું જ જોઇએ.
શ્વાસ અને ફેંફસાની સમસ્યાઃ–
સફરજનની છાલમાં એક પ્રકારનું તત્વ હોય છે જે ફેફસાને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે.
મગજઃ-
સફરજનની છાલમાંથી મળતા તત્વના કારણે બ્રેન સેલ ડેમેજ થતા બચી જાય છે. જેના કારણે તમે ધ્યાન લગાવીને કામ કરી શકો છો.
ડાયાબિટીઝઃ-
મધુમેહના દર્દીઓ માટે સફરજનની છાલનું સેવન લાભકારક સાબિત થાય છે. આ છાલનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે
આંખઃ-
સફરજનની છાલ આંખોમાં થતી મોતિયા બિંદની બિમારીથી બચાવે છે.
ગોલસ્ટોનઃ–
સફરજનની છાલમાં ફાયબર સારા પ્રમાણમાં હોય છે જેનાથી સ્ટોન પિત્તની થેલીમાં જમા નથી થતો.
દાંતઃ-
સફરજનની છાલ ખાવાથી દાંત સડતા બચે છે અને કેવિટી પણ નથી થતી.
હાડકાઃ-
સફરજનની છાલમાં કેલ્શિયમ હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે.
વજનઃ-
સફરજનની છાલમાં એન્જાઇમ હોય છે જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
બિમારીઃ-
સફરજનની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવિનોઇડ હોય છે જે તમારું સ્વાસ્થય સારું રાખવામાં મદદરૂપ થાય છે. અને તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ પણ સારી થાય છે.
કેન્સરઃ-
સફરજનની છાલમાં ટ્રીટરપેનોઇડ્સ નામનું તત્વ હોય છે. જે કેન્સર સામે લડવામાં સક્ષમ હોય છે. વધુમાં તે લિવર, બ્રેસ્ટના કેન્સર સામે પણ અસરકારક હોય છે.
હદય રોગઃ-
સફરજનની છાલમાં રેશા હોય છે જે શરીરમાં કોલોસ્ટ્રોલનું લેવલ ઓછું કરે છે. અને હદય રોગની બિમારીથી તમને દૂર રાખે છે. વધુમાં કબજિયાત માટે પણ તે સારું છે. તો હવે સફરજન છાલ સાથે જ ખાજો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર