દાદરા અને નગર હવેલી એટલેકે અરબ સાગર ના કિનારે આવેલા ભારત ના કેન્દ્ર શાસિત પ્રાન્તની રાજધાની સિલવાસા છે. પર્યટકો આ જગ્યાએ પ્રકૃતિના સારા નઝારાઓ જોઈ શકે છે. અહી લોકો પોર્ટુગીઝ સંસ્કૃતિના વિરાસતની છાપ જોઈ શકે છે.
દાદરા અને નગર હવેલી દક્ષીણ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતની મધ્યમાં સ્થિત છે. આ ક્ષેત્ર દમણથી ૧૦ થી ૧૩ કિલોમીટરના અંતરે આવેલ છે. અહી ગુજરાતી, મરાઠી, પોર્ટુગલ અને હિન્દી ભાષા બોલવામાં આવે છે.
અત્યારે સિલવાસા દાદરા અને નગર હવેલીની સૌથી વધુ પરિચિત જગ્યા છે. વન્યજીવો અને પ્રકૃતિમાં આનંદ લેનાર પર્યટકોને અહી મજા આવશે. મુખ્યરૂપે આ ગ્રામીણ ક્ષેત્ર છે. અહી 79 ટકા લોકો આદિવાસી રહે છે.
અહીનું મુખ્ય આકર્ષણ ‘રોમન કેથોલિક ચર્ચ’ છે, જેની વાસ્તુકલામાં તમને એક પોર્ટુગલ શૈલી જોવા મળશે. અહી તમે આદિવાસી સંસ્કુતિનું ભવ્ય સંગ્રહાલય જોઈ શકો છે. અહીના સફારી પાર્કમાં ઘણા સિંહ છે જેણે ગુજરાતના ગીરના જગલમાંથી લાવવામાં આવ્યા છે.
દાદરા પાર્ક, સિલવાસાથી લગભગ ૫ કિમીના અંતરે આવેલ છે. અહી એક સુરમ્ય લેક છે, જ્યાં ઘણા બધા બોલીવુડના સોન્ગ્સને શૂટ કરવામાં આવ્યા છે. દાદરા અને નગર હવેલી માં ઘણા બધા પ્રકારના હરણોની પ્રજાતિ છે. અહી આદિવાસીઓ વચ્ચે ટર્પા નુત્ય પ્રખ્યાત છે.
આ શહેરે ઘણા બધા સંધર્ષો કર્યા છે. 17 સપ્ટેંબર 1779 સુધી અહી મરાઠાનું સામ્રાજ્ય રહ્યું. 1954 માં આને મરાઠા પાસેથી મુક્ત કરાવવા પોર્ટુગલે શાસન કર્યું. ત્યારબાદ આ સંધને 11 ઓગસ્ટ 1961ના રોજ મુક્ત કરીને ભારત સાથે જોડવામાં આવ્યો.
દાદરા અને નગર હવેલી 491 વર્ગફૂંટમાં ફેલાયેલ નાનો એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ પ્રદેશ માં હિંદુ, મુસ્લિમ અને ઈસાઈના બધા જ તહેવારો મનાવવામાં આવે છે.
ફરવા માટે અને પર્યટન સ્થળ હોવાથી અહી તાડકેશ્વર શિવ મંદિર, કૃષ્ણનું વૃંદાવન મંદિર, ખાનવેલનું હરણ પાર્ક, બાણગંગા લેક અને દ્રીપ ઉદ્યાન, વન વિહાર ઉદ્યાન, લધુ પ્રાણી વિહાર, બાળ ઉદ્યાન, આદિવાસી મ્યુઝિયમ અને સિલવાસામાં રોમન કેથોલિક ચર્ચ અને હીનવાવન ઉદ્યાન જોવા લાયક છે.