વર્લ્ડકપ-2015ના અભિયાનની ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે પ્રથમ મેચમાં કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 76 રને વિજય મેળવ્યો હતો અને દક્ષિણ આફ્રિકા સામે 130 રને વિજય મેળવ્યો હતો. બન્ને મજબૂત ટીમ સામે વિજય મેળવી ભારત ગ્રુપ બી માં 4 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. ભારતે હવે યુએઈ, વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ જેવી નબળી ટીમો સામે રમવાનું છે. એટલે કે જો કોઈ મેજર અપસેટ ન થાય તો ભારતે લીગ રાઉન્ડ બાદ ગ્રુપ બી માં ટોચના ક્રમે અથવા બીજા ક્રમે રહશે. એટલે કે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી વર્લ્ડકપ માટે દાવેદાર ટીમો સામે મુકાબલો થશે નહી.
ભારત હવે 28 ફેબ્રુઆરીએ યુએઈ સામે રમશે
ભારત હવે 28 ફેબ્રુઆરીના રોજ યુએઈ જેવી નબળી ટીમ સામે રમશે. આ મેચ પર્થમાં ભારતીય સમય પ્રમાણે બપોરના 12 વાગ્યાથી પ્રારંભ થશે.
ક્વાર્ટર ફાઇનલ લાઇન અપ
પ્રથમ ક્વાર્ટર ફાઇનલ – A1 v B4
બીજી ક્વાર્ટર ફાઇનલ – A2 v B3
ત્રીજી ક્વાર્ટર ફાઇનલ – A3 v B2
ચોથી ક્વાર્ટર ફાઇનલ – A4 v B1
ભારત તો ઇંગ્લેન્ડ કે બાંગ્લાદેશ સામે ટકરાશે
ભારત શાનદાર ફોર્મમાં છે અને કોઈ મેજર અપસેટ ન થાય તો તે પુલ બી માં નંબર વન રહે તેવી સંભાવના વધારે છે. ભારત પુલ બી માં નંબર વન રહે તો તેનો ક્વાર્ટર ફાઇનલમાં ગ્રુપ એ માં ચોથાા નંબરની ટીમ સામે મુકાબલો થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ એ માં ટોચના ક્રમે રહે તેવી સંભાવના છે. તેની તેની સામે તો ભારતની ટક્કર નહી થાય તે નિશ્ચિત છે.
હાલનું પ્રદર્શન જોતા ઇંગ્લેન્ડ સામે ભારત ક્વાર્ટર ફાઇનલમાં ટકરાઈ શકે છે, કારણ કે ઇંગ્લેન્ડ તે ગ્રુપ ત્રણ મેચમાં બે પરાજય સાથે પાંચમાં ક્રમાંકે છે અને તેને નબળી ટીમો સાથે રમવાનું હોવાથી તે ચોથાાા ક્રમે આવી શકે છે. જોકે બાંગ્લાદેશ કોઈ મોટી ટીમને હરાવીને અપસેટ સર્જે તો તે પણ ઇંગ્લેન્ડને પછાડી ચોથા ક્રમે આવી શકે છે. આવા સંજોગોમાં ભારતનો મુકાબલો તેની સામે પણ થઈ શકે છે.
ભારત શ્રીલંકા સામે ટકરાશે
ભારત હાલ ગ્રુપ બીમાં ટોચના ક્રમે છે પણ ભારતની ટીમમાં દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ છે. દક્ષિણ આફ્રિકા હવે પછીની બધી મેચો જીતે અને ભારતનો એક-બે મેચમાં પરાજય થાય તોો ભારત ગ્રુપ બી માં બીજા ક્રમે આવીી શકે છે. આ સંજોગોમાં ભારત ગ્રુપ એ ની ત્રીજા નંબરની ટીમ સામે ટકરાશે. ગ્રુપ એ માં ત્રીજાા નંબરે શ્રીલંકાની ટીમ રહે તેવી સંભાવના છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર