શાહિદ આફ્રીદીને દેશદ્રોહ કરવા અને પાકિસ્તાનીઓની લાગણીને નુકશાન પહોચાડવા અદાલતમાં કારવાઈ નો સામનો કરવો પડ્યો હતો. આફ્રિદીએ કાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન ની સરખામણીમાં ‘ભારતમાં વધારે પ્રેમ મળે છે’, જેના કારણે તેમણે આ કારવાઈ નો સામનો કરવો પડ્યો હતો.
એક વરિષ્ઠ વકીલે વર્લ્ડ ટી 20 ટુર્નામેન્ટની પહેલાં ભારતમાં શનિવારે નિવેદન આપવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાનને કાનૂની નોટીસ આપી છે.
એડવોકેટ અઝહર સાદિકે કાયદાકીય નોટિસોની સામગ્રી PTI સાથે શેર કરતા જણાવ્યું કે ‘મે શાહિદ આફ્રિદી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નજમ સેઠીને પાકિસ્તાન ની સરખામણીમાં ભારત માટે વધારે પ્રેમને લીધે કાનૂની નોટિસ મોકલી છે’, મે પીસીબી અધ્યક્ષ શહરયાર ખાન ને પણ લખ્યું છે કે તેઓ ભારતમાં આફ્રિદીના નિવેદનની ઈન્કવાઈરી કરાવે.
એડવોકેટ અઝહરે જણાવ્યું કે ‘આફ્રિદીએ પાકિસ્તાનથી વધારે ભારત માટે પ્રેમ બતાવીને સમગ્ર પાકિસ્તાન દેશને નારાજ કર્યો છે. તેમણે આફ્રિદીને દેશદ્રોહી જણાવ્યો છે. આફ્રિદીએ પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું કે ‘મે ભારતમાં રમવાનો જેટલો આનંદ માણ્યો તેટલો પહેલા ક્યારેય નથી માણ્યો’ હું મારા કરિયરના અંતિમ પડાવમાં છે અને કહી શકું છુ કે ભારતમાં મને જેટલો પ્રેમ મળ્યો તેને હું હંમેશાં યાદ રાખીશ. મને આટલો પ્રેમ ક્યારેય પાકિસ્તાનમાં નથી મળ્યો.
અઝહરે જણાવ્યું કે ‘આફ્રિદીનું આ અસંવેદનશીલ નિવેદને ન ફક્ત પાકિસ્તાનીઓની લાગણીને નુકશાન પહોચાડ્યુ પણ સાથે સાથે પોતાનું જીવન પણ અસુરક્ષીત કરી નાખ્યું છે.