ભારત-UAE ની મેચ માં ઘડા બધા રેકોર્ડ બની સકે છે

ભારત-યૂએઈની મેચમાં બની શકે છે ઘણા રેકોર્ડ, રોહિત ફટકારી શકે છે બેવડી સદી

વર્લ્ડકપમાં ભારતનો ત્રીજો મુકાબલો યૂએઈ સામે રમાશે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી મોટી ટીમો સામે વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આ મેચમાં પુરા આત્મવિશ્વાસ સાથે ઉતરશે. પર્થમાં રમાનાર આ મેચમાં ભારત ફક્ત જીતવા માટે નહી ઘણા રેકોર્ડ બનાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી શકે છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરના 12.00 વાગ્યાથી રમાશે.

ઝિમ્બાબ્વે સામેની મેચમાં ક્રિસ ગેઈલે જે રીતે આક્રમક ઇનિંગ્સ રમીને વર્લ્ડકપની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે જો થોડી સમજદારીથી રમવામાં આવે તો નાની ટીમો સામે મોટી સિદ્ધીઓ મેળવી શકાય છે. ભારત અને યૂઈએ સામેની મેચમાં પણ ઘણા રેકોર્ડ જોવા મળી શકે છે.

1. બેવડી સદી ફટકારી શકે છે રોહિત શર્મા

રોહિત શર્મા એકમાત્ર એવો ક્રિકેટર છે, જેણે વન-ડેમાં બે બેવડી સદી ફટકારી છે. તે ત્રીજી બેવડી સદી ફટકારવા પણ સક્ષમ છે. આ વર્લ્ડકપમાં યૂએઈની ટીમ સૌથીી નબળી જોવા મળી છે. તેની બોલિંગ પણ સારી નથી અને ફિલ્ડિંગમાં પણ ભલીવાર નથી. આથી રોહિત શર્મા પાસે વન-ડેમાં ત્રીજી બેવડી સદી ફટકારવાની તક રહેલી છે.

ભારત-યૂએઈની મેચમાં બની શકે છે ઘણા રેકોર્ડ, રોહિત ફટકારી શકે છે બેવડી સદી

બની શકે છે 400 પ્લસ રન

ભારતના બેટ્સમેનો હાલ શાનદાર ફોર્મમાં છે. કોહલી, ધવન, રૈના અને રહાણે લયમાં છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવા મજબૂત બોલિંગ આક્રમણ સામે ભારતે 300 રન બનાવ્યા હતા. ભારતને જો પહેલા બેટિંગ કરવાની તક મળશે તો યૂએઈ જેવી નબળી ટીમ સામે 400 પ્લસનો સ્કોર પણ બનાવી શકે છે. વર્લ્ડકપ-2015માં આ સ્કોર હજુ બન્યો નથી. વર્લ્ડકપમાં ટોપ સ્કોરનો રેકોર્ડ પણ ભારતના નામે જ છે. ભારતે 2007માં બર્મૂડા સામે 5 વિકેટે 413 રન બનાવ્યા હતા.

રેકોર્ડ જીત મેળવવાની તક

યૂએઈ સામેની મેચમાં ભારત વધારે સ્કોર બનાવીને મોટી જીત મેળવવાની તક રહેલી છએ. યૂએઈ સામે શાયમન અનવરને છોડી કોઈ એવો બેટ્સમેન નથી, જે ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકે. ભારતના ખેલાડીઓ ફિલ્ડીંગ પણ શાનદાર કરી રહ્યા છે. આવા સમયે મોટી જીતની તક રહેલી છે. વર્લ્ડકપમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ ભારતના નામે છે.  ભારતે 2007માં બર્મૂડા સામે 257 રને વિજય મેળવ્યો હતો.

ભારત-યૂએઈની મેચમાં બની શકે છે ઘણા રેકોર્ડ, રોહિત ફટકારી શકે છે બેવડી સદી

બે ભારતીયો રમશે ભારત સામે

યૂએઈની ટીમમાં સ્વપ્નિલ પાટિલ અને ફાસ્ટ બોલર કુષ્ણા ચંદ્રન ભારતીય મૂળના છે પણ વર્લ્ડકપમાં ભારત સામે યૂએઈની ટીમ તરફથી રમશે. મુંબઇના વસઇના દરપાલે ગાંમનો સ્વપ્નિલ સંયુક્ત અરબ અમીરાતની ટીમનો ભાગ છે.આશરે 30 વર્ષનો સ્વપ્નિલ પ્રકાશ પાટિલ ડાબોડી બેટ્સમેન છે અને ટીમમાં વિકેટ કિપર તરીકે શામેલ કરવામાં આવ્યો છે.  કેરલના પાલક્કાડ પાસેનું ગામ કોલેનગોડનો કૃષ્ણ ચંદ્રન યૂએઇ તરફથી વર્લ્ડકપમાં રમી રહ્યોં છે. ક્રિષ્ણા ચંદ્રન  પોતાના રાજ્ય તરફથી રમવા માંગતો હતો. તે યૂએઇની ટીમમાં ઓલ રાઉન્ડરની ભૂમિકા ભજવે છે.

ભારત-યૂએઈની મેચમાં બની શકે છે ઘણા રેકોર્ડ, રોહિત ફટકારી શકે છે બેવડી સદી

ફરી જોવા મળી શકે છે અનવરની હિટિંગ

શઈમાન અનવર વર્લ્ડકપમાં સદી ફટકારનાર યૂઈનો પ્રથમ પ્લેયર છે. આયરલેન્ડ સામે તેણે શાનદાર સદી ફટકારી હતી. યૂએઈ માટે તે ‘રાહુલ દ્રવિડ ’ છે, કારણ કે તે તેની જેમ પીચ ઉપર ટકીને રમે છે અને ટેકનિક પણ તેવી છે. તે 2009થી યૂએઈ માટે ક્રિકેટ રમી રહ્યો છે. તે મૂળ રુપે પાકિસ્તાનનો છે. આવા સમયે તેની આક્રમક બેટિંગ ફરી જોવા મળી શકે છે. યૂએઈનો એકમાત્ર ખેલાડી છે જે ફોર્મમાં છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,000 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 2 =