ભારત અત્યારે ગ્રુપમાં ટોપ પર છે. કોઇ પણ મેચ હાર્યા વિનાની વર્લ્ડકપમાં અત્યાર સુધીની ભારતની સફર કાબિલે દાદ છે. લોકોમાં પણ ઉત્સાહ છે. જો કે એક બાબત નોંધનીય સામે આવી છે, કે ભારત ભલે અત્યારે પોઇન્ટ ટેબલ ની દ્રષ્ટિએ ટોપ પર હોય, પરંતુ આપણા ખેલાડીઓ તેમના વ્યક્તિગત પ્રદર્શનને લીધે સ્પર્ધામાં ટોપમાં આવી શક્યા નથી. બેટીંગથી લઇને બોલીંગ પ્રદર્શનમાં ભારતનો એક પણ ખેલાડી યાદીમાં ટોપ પર નથી.
મોટભાગની કેટેગરીમાં તો ટોપ પાંચમાં પણ ભારતના ખેલાડીનો સમાવેશ થયો નથી. અહીં અત્યાર સુધી વર્લ્ડકપના પ્રદર્શનના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં બેટીંગ અને બોલીંગના અલગ અલગ ફીગર્સમાં કયા ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યુ છે, તે તસવીરોમાં જોઇ શકાશે. ભારત ટોપમાં હોવા છતા ખેલાડીઓના નામ યાદીમાં ક્યાંય દેખાય નહીં, તે એક વિરોધાભાસી સ્થિતિ છે.
સિક્સર્સ મારવાની યાદીમાં 8 સિક્સ સાથે શિખર ધવન સાતમાં ક્રમાંકે છે, જ્યારે સુરેશ રૈનાએ સાત સિક્સ ફટકારીને દસમું સ્થાન મેળવ્યુ
ફીફ્ટીની ટોપ ટેન યાદીમાં ભારતનો એક પણ ખેલાડી નથી
સૌજન્ય
દિવ્ય ભાસ્કર