ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2015માં ક્રિકેટ શ્રેણી રમાશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બન્ને બોર્ડ વચ્ચે થયેલ કરાર અનુસાર ભારત અને પાકિસ્તાન ડિસેમ્બર 2015થી 2023 સુધી આઠ વર્ષ દરમિયાન છ શ્રેણી રમશે. ખાને ગત અઠવાડિયે જણાવ્યું હતું કે તે અધ્યક્ષ જગમોહન દાલમિયા સહિત બીસીસીઆઇના નવા પદાધિકારીઓને મળવા ભારત આવી રહ્યાં છે અને તેમનું ધ્યાન બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સબંધોને ફરી શરૂ કરવા પર આપશે.
ભારત -પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ, વન ડે અને ટી 20 રમાશે
ઠાકુરે જણાવ્યુ, “ આ શિષ્ટાચાર બેઠક હતી અને અમે બન્ને બોર્ડ અને પાડોશીઓ વચ્ચે સારા સબંધો જારી રાખવા પર ભાર આપ્યો હતો. ખાને જણાવ્યું, હું નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવા માંગતો હતો અને આશા કરૂ છુ કે અમારી વાતચિતથી સબંધ મજબૂત બનશે. બન્ને બોર્ડ વચ્ચે થયેલ કરાર અનુસાર ભારત અને પાકિસ્તાન ડિસેમ્બર 2015થી આઠ વર્ષ સુધી છ શ્રેણી રમશે. જેમાં 12 ટેસ્ટ, 30 વન ડે અને 11 ટી 20 મેચ રમશે. બન્ને દેશો વચ્ચે યૂએઇ અથવા ભારતમાં મેચ રમાઇ શકે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
ભારત સરકારની મંજૂરી બાદ શ્રેણી શક્ય
આ તમામ શ્રેણી ભારત સરકારની મંજૂરી બાદ જ શક્ય બની શકે છે. બન્ને કટ્ટર ટીમો વચ્ચે ગત દ્વિપક્ષીય શ્રેણી ડિસેમ્બર 2012 અને જાન્યુઆરી 2013માં રમાઇ હતી જ્યારે પાકિસ્તાને આ શ્રેણી માટે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. વર્ષ 2009માં લાહોરમાં શ્રીલંકન ટીમની બસ પર થયેલા હુમલા બાદથી પાકિસ્તાને પોતાની ધરતી પર કોઇ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.