ભારતે માણસોથી બનેલા સૌથી મોટા રાષ્ટ્રધ્વજનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.
આ રેકોર્ડ પહેલાં પાકિસ્તાનના નામે હતો.
‘માય ફ્લેગ માય ઈન્ડિયા’ના કાર્યક્રમ હેઠળ લગભગ ૫૦,૦૦૦ સ્વયંસેવકોએ આ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ જેટલા લોકો હાજર હતા.
આ અગાઉ લાહોરના સ્પોર્ટ્સ ક્લબે ૨૮,૯૫૭ જેટલા લોકોની મદદથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો, જે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત એક યુવાને આ પ્રસંગે કહ્યું હતું કે, સ્વતંત્ર ભારત માટે આ પ્રકારનો પહેલો રેકોર્ડ છે. આ રેકોર્ડ થકી અમારો હેતુ આજની અને આવતી કાલની પેઢીમાં દેશ માટે સન્માન અને દેશદાઝ જગાડવાનો છે.