ભારતીય સંસ્કૃતિમાં શ્રાધ્ધ નું મહાત્મ્ય

bg_body5-758x457

ભારતીય હિંદુ સંસ્કૃતીમાં શ્રદ્ધાથી પિતૃઓને અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાધ્ધ કહેવામાં આવે છે. શ્રાધ્ધ ની શરૂઆત વિક્રમ સંવતનાં ભાદરવા સુદ પુનમ થી શરૂઆત થાય છે જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. આ દિવસોને પિતૃતર્પણ ના દિવસો પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથો ની માન્યતા અનુસાર પિતૃગણ આ દિવસોમાં પૃથ્વી પર આવે છે અને ૧૫ દિવસ પૃથ્વી પર રહીને પોતાના લોકમાં ચાલ્યા જાય છે.

મૃત્યુ પશ્ચાત પૂર્વજોની તૃપ્તી માટે શ્રધ્ધાપૂર્વક કરવામાં આવતા કાર્યો ને પિતૃ શ્રાધ્ધ કહે છે. આ દિવસોમાં લોકો પોતાના પૂર્વજો ને જળ અર્પણ કરે છે અને તેના જીવનની ખુશહાલી અને આશીર્વાદ માટેની કામના કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ તિથિમાં જયારે એના પુત્ર અથવા પૌત્ર દ્વારા શ્રાધ્ધ કરવામાં આવે છે ત્યારે પિતૃલોકમાંથી મુક્તિ મળીને મોક્ષ પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે શ્રાધ્ધ માટે લગભગ 12 વાગ્યેની આસપાસ કરવામાં ઠીક માનવામાં આવે છે. તેને કોઈ નદી, સરોવર કે ઘર પર પણ કરી શકાય છે. પરંપરા અનુસાર પિતૃઓના આહવાન માટે ભાત, કાળા તલ, ઘીનું મિશ્રણ વગેરે કરીને પીંડ દાન કરીને તર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી વિષ્ણુ ભગવાન,યમરાજ ના પૂજન-અર્ચના સાથે પિતૃઓની પણ પૂજા કરવામાં આવે છે. બ્રાહ્મણો ને ઘર પર આમંત્રિત કરીને સન્માનપૂર્વક પૂજા કરવા ઉપરાંત પૂર્વજો માટે બનાવેલું ખાસ ભોજન પણ સમર્પિત કરવામાં આવે છે.

દેવો તેમજ પિતૃઓનો આશીર્વાદ મળે તે માટે પિતૃ પક્ષમાં પીંડ દાન કરવામાં આવે છે. પોતાના પિતૃઓના પસંદગીનું ભોજન પણ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ભોજનમાં શાક, દાળ-ભાત, પૂરી તેમજ ખીર બનાવવી તે શુભ માનવામાં આવે છે. પૂજા પૂરી થયા પછી પૂરી – ખીર વગેરેને એક થાળીમાં સજાવીને તેને ગાય, કુતરો, કાગડો, કીડી વગેરેને દેવું અતિ આવશ્યક માનવામાં આવે છે.

Comments

comments


6,810 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 × = 9