ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર રુડને હોગે જણાવ્યું હતું કે વર્તમાન ભારતીય બોલિંગ આક્રમણ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાને લાયક નથી. તેણે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા ટાઇટલ જીતવાની હકદાર છે. તેની પાસે દુનિયાનો શ્રેષ્ઠ બોલર ડેલ સ્ટેઇન અને શ્રેષ્ઠ બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે. ભારતીય ટીમમાં ઝડપી બોલરની કમી છે.
મોહમ્મદ શમીનો ડોપ ટેસ્ટ થયો
ઝડપી બોલર મોહમ્મદ શમીનો વર્લ્ડ કપ દરમિયાન ડોપ ટેસ્ટ થયો હતો. આ ટેસ્ટ મેલબોર્નમાં કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ આઇસીસી કરાવે છે જે દરેક ખેલાડીનો કરવામાં આવે છે. શમીને ટેસ્ટનું પરિણામ હજી સુધી આવ્યું નથી. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વિજય બાદ ટીમની આગામી ટક્કર 22મી ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે થવાની છે.
બેલેન્સ વન-ડે લાયક ક્રિકેટર નથી : હોલ્ડિંગ
માઇકલ હોલ્ડિંગ ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડના શરમજનક પરાજયથી નિરાશ થયા હતા અને તેમણે ગેરી બેલેન્સની ટીકા કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે બેલેન્સ વન-ડેને લાયક ક્રિકેટર નથી. મારા મત પ્રમાણે તેનામાં વન-ડે ક્રિકેટ રમવાના ગુણ નથી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર