દુનિયાની સૌથી મોટી પક્ષીની મૂર્તિ ભારતમાં બની છે. તમે રામાયણ તો જોઈ જ હશે ખરું ને? આનું મહત્વનું એક પાત્ર એટલેકે ‘જટાયુ’ તો તમને યાદ જ હશે ને? જટાયુ એ છે જે, જયારે રાવણ સીતા માતા નું અપહરણ કરીને લઇ જાય છે ત્યારે તેમને છોડાવવા અપારશક્તિ સાથે પ્રયત્ન કરે છે.
ઘણી કોશિશ કાર્યા બાદ રાવણ જટાયુ પક્ષીની પાંખ કાપી નાખે છે અને તેનું મૃત્યુ થાય છે. ત્યારબાદ જટાયુ પૃથ્વીમાં જે જયારે એ પડે છે તે જ જગ્યાએ જટાયુ ને સમર્પિત કરતો આલીશાન પાર્ક બનાવવામાં આવ્યો છે.
આ પાર્કનું નામ ‘જટાયુ નેચર પાર્ક’ છે. જટાયુ પાર્કમાં બનેલ આ મહાકાઈ મૂર્તિને ‘ડીઝાઈનર રાજીવ આંચલ’ નામના વ્યક્તિએ બનાવી છે. આ પાર્ક કેરલ રાજ્યના કોલ્લમ જીલ્લાના ચદયોમંગલમ ગામમાં બનેલ છે.
રાજ્ય સરકાર દ્વારા પાર્ક માટે ૧૦૦ કરોડ રૂપિયાનો આના નિર્માણ માટે ખર્ચ કરવામાં આવ્યો છે. આ વિશાલ પાર્ક ૬૫ એકર જમીનમાં ફેલાયેલ છે. આ પાર્ક પર્યટકોની વચ્ચે ખાસ્સો પ્રખ્યાત છે.
આ પાર્કની મૂર્તિ સિવાય બીજી ખાસિયત એ છે કે રામાયણ ની ઝલક બતાવવા માટે આમાં 6D થીયેટર અને ડીજીટલ મ્યુઝીયમ પણ અંદર બનાવવામાં આવ્યા છે. આ મૂર્તિ ૨૧ મીટર ઉંચી, ૬૧ મીટર લાંબી અને ૪૬ મીટર પહોળાઈ ઘરાવે છે.
આ પાર્કને ઊંચા પહાડો પર બનાવવામાં આવ્યો છે જેથી જો તમે પહાડ ન ચઢી શકો તો તમારા માટે રોપવે ની સુવિધા પણ છે.