ભારતમાં ખૂબસૂરતીની મિસાલ છે આ ગુફાઓ

એમાં કોઈ શક નથી કે ભારત સુંદરતા અને વિવિધતાઓ નો દેશ છે. ભારતની વિશેષતા વિષે જેટલું કહેવામાં આવે તેટલું ઓછુ પડે. અહીની પ્રાકૃતિક સુંદરતા અને ગુફાઓ આજે પણ લોકોનું મન મોહી લે છે. આપણા દેશની ગુફાઓ ઇતિહાસ ની અસલી કહાની કહેવાય છે. આ ગુફાઓને જોવા માટે તમે તમારા બાળકો તથા ફેમીલી ની સાથે જઈ શકો છે.

અજંતાની ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં દેશની સૌથી સુંદર અને મોટી ગુફાઓ માં ની એક છે અજંતાની ગુફા. આ ગુફાની દીવાલોમાં પેન્ટિંગ બનેલ છે, જે મનુષ્યની કલાનો પરિચય કરાવે છે. આને બૌદ્ધ યુગની માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં બીજી ફેમસ ગુફાઓ છે, ભાજા, કારલા અને કન્હેરી. ઈલોરા અને એલિફન્ટા તો દુનિયાભરમાં ફેમસ છે.

બાધ ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

મધ્યપ્રદેશમાં વિધ્યાન્ચલની દક્ષિણી ઢોળાવ વચ્ચે બોદ્ધ રોક કટ ગુફા સ્થિત છે. આ ગુફા ફેમસ નો રોક કટ પહાડો માની એક છે, જેમાં પેન્ટિંગ દોરેલ છે. જેથી અહી લોકો “રંગ મહેલ” અને “પ્લેસ ઓફ કલર” ના નામથી ઓળખે છે. બોદ્ધ ધર્મને દર્શાવતી ૯ ગુફામાંથી આજે ફક્ત ૫ ગુફાઓ જ બચી છે. અહીંથી અનેક મઠ અને મંદિર જોઈ શકાય છે. અજંતા અને ઈલોરાની લાઈનમાં જ ગુફા આવેલ છે. આ ગુફાઓની શોધ ૧૮૧૮માં થઈ હતી.

માનવામાં આવે છે કે દસમી સદીમાં બોદ્ધ ધર્મના પતન બાદ લોકો આ ગુફાને ભુલી ગયા હતા અને અહી ફક્ત વાઘ જ નિવાસ કરતા હતા.

ઉદયગીરી ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

ઉદયગીરી ગુફા ભુવનેશ્વર અને કટક જીલ્લા પાસે મનોહર પહાડમાં આવેલ છે. ઉદયગીરી ગુફામાં કુલ ૧૮ ગુફાઓ મળી છે, તથા તે ભારતના પુરાતત્વ સર્વેષણ વિભાગ દ્વારા ઉંચ્ચ સુરક્ષામાં રાખવામાં આવેલ છે. ઉદયગીરીની ગુફા અને ખંડગીરીની ગુફા ૩૩ પહાડોને કાપીને બનાવવામાં આવી છે.

આ ગુફા મૂર્તિઓ અને દીવાલ પર બનાવવામાં આવેલ ચિત્રો માટે ફેમસ છે. આ આકર્ષક ગુફા કેટલાક ધાર્મિક માન્યતા સાથે જોડાયેલ છે.આ ગુફા સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી પ્રવાસી માટે ખુલી રહે છે.

બાદામી ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

આ સુંદર અને નકશીકામ વાળી ગુફા કર્ણાટકના બાદામીના આવેલ છે. બાદામીની યાત્રા કરનાર પર્યટકોએ બલુઆ પથ્થરથી બનેલ ગુફા મંદિરમાં અવશ્ય જવું જોઈએ. આ મંદિર તેના સુંદર કોતરણી માટે જાણીતું છે, કોતરણી કામ અને ધાર્મિક ધટનાઓ તથા શિક્ષા દર્શાવવામાં આવી છે. અહી ૪ મંદિર છે જેમાં એક ૧ ગુફા મંદિર સૌથી પ્રાચીન છે જેનું નિર્માણ ૫મી સદીમાં થયું હતું.

બાદામીની ૪ ગુફા માંથી બે ગુફા ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને એક ગુફા જૈન સંબંધિત છે. પહાડોને કાપીને લાલ પથ્થરથી બનાવેલ આ ગુફા પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત કર્ણાટકમાં એહીલો ગુફા પણ આકર્ષિત છે.

બારાબાર ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

બારાબાર ગુફા બિહારના ગયા જીલ્લામાં આવેલી છે. આ ગુફા ધ્યાન અને તપસ્યા માટે બનાવવામાં આવેલ આ ગુફાને જોવા માટે પર્યટકો દુરદુરથી આવે છે. ગયા જીલ્લામાં બીજી ગુફાઓ હિંદુ, જૈન અને બુદ્ધની છે. આ ગુફાઓ બારાબારની પર્વતમાળા પર છે. આ ગુફા દેશની સૌથી પ્રાચીન ગીફાઓ માથી એક છે.

અહી કુલ ૪ ગુફાઓ છે અને નાગાર્જુનની પર્વતમાળામાં ૩ ગુફા આવેલ છે. આ ઉપરાંત અહી સુદામા અને સોનભદ્રા પણ બિહારની ગુફા માથી એક છે.

બોર્રા ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

આ ગુફા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જીલ્લામાં અરાક વેલીની અનંતગીરી પહાડ પર સ્થિત છે. વિશાખાપટ્ટનમ જીલ્લામાં બેસ્ટ ટુરિસ્ટ પ્લેસીસ માં આ ગુફા શામેલ છે. આ ગુફામાં તમને શિવલિંગ જોવા મળશે, જેની  પૂજા આસપાસના આદિવાસી લોકો કરે છે. આંધ્રપ્રદેશની બેલમ અને ઉન્ડાવલી ગુફા ફેમસ ગુફામાંથી એક છે.

એડાક્કલ ગુફા

natural and beautiful caves in india | Janvajevu.com

કેરળમાં વેયાડની અંબુકુથી ટેકરી પર બે ગુફાઓ છે. એડાક્કલની આ બંને ગુફા પવિત્ર રૂપ માટે પ્રસિદ્ધ છે. એડાક્કલનો અર્થ થાય છે “પથ્થરોની વચ્ચે”, જે પ્રાકૃતિક સુંદરતાને દર્શાવે છે.

Comments

comments


8,608 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 6