ભારતમાં આવેલ સૌથી મોટો અને ભૂતિયા ભાનગઢના કિલ્લા વિષે જાણવા જેવું

bha-1455868240

દુનિયામાં માણસો સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે જોઈ નથી શકતા. આમ તો આપણા ભારતમાં ઘણી haunted place છે પણ ભાનગઢના કિલ્લાની વાત કઈક અલગ જ છે. ભાનગઢનો કિલ્લા ભાનગઢ કરતા ‘ભૂતોનું ભાનગઢ’ ના નામે વધારે પ્રચલિત છે.

ભારતના ઘણા કિલ્લાઓ માં ભૂતોએ કબજો કરેલ છે પણ રાજસ્થાનના જયપુરમાં આવેલ ભાનગઢના કિલ્લામાં કાળી શક્તિઓનો વાસ થાય છે તેના વિષે અમે તમને જણાવવાના છીએ.

આ કિલ્લાને આમેર ના રાજા ભગવંત દાસે 1573 માં નિર્માણ કરાવ્યું હતું. ભાનગઢનાં કિલ્લાને સૌથી ભૂતિયા માનવામાં આવે છે. લોકોનો દાવો છે કે અહી રાત્રે ઘૂઘરાનો અવાજ આવે છે. આ ભારતની ટોપ haunted place માંથી એક છે.

Bhangarh-Fort-1

300 વર્ષ સુધી ભાનગઢ ખુબજ સુંદર હતું પણ અહીની એક રાજકુમારી પર કાળા જાદુમાં મહારથ તાંત્રિક સિંધુ સેવડા આસક્ત થઇ ગયા. તેઓ રાજકુમારીને વશ કરવા માટે કાળું જાદુ કરતા હતા. પણ કઈક એવું બન્યું કે પોતે કરેલ કાળા જાદુની અસર પોતાના પર જ થઇ અને તે મરી ગયો. પણ મરતા પહેલા ભાનગઢને બરબાદ કરવાનો શ્રાપ આપી ગયો.

સંજોગ વશ એક મહિના બાદ પાડોસી રાજ્ય અજબગઢ સાથેના યુદ્ધમાં રાજકુમારી સહીત પુરા ભાનગઢ વાસીઓનું મૃત્યુ થયું અને ભાનગઢ વિરાન થયું. ત્યારથી આજ સુધી ભાનગઢ વિરાન છે અને કહેવાય છે કે અહીના યુદ્ધમાં મરેલ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકે છે કારણકે, તાંત્રિક શ્રાપને કારણે મરેલા લોકોને મુક્તિ નથી મળી.

Bhangarh-Rajasthan

ઉપરાંત બીજી કહાની પણ અહી પ્રચલિત છે. માનવામાં આવે છે કે એક સાધુ અહી રહેતા હતા અને મહેલના નિર્માણ વખતે તેમને ચેતવણી આપવામાં આવી હતી કે ઊંચાઈ ઓછી રાખવામાં આવે જેથી પડછાયો ન પડે. પરંતુ મહેલ બનાવનારે એ વાતમાં ઘ્યાન ન આપ્યું અને પોતાના હિસાબે મહેલ બનાવ્યો. સાધુએ ગુસ્સામાં શ્રાપ આપ્યો જેથી ભાનગઢનો વિનાશ થયો.

સાંજના સમયે અહીં કોઈને પ્રવેશવા દેવામાં નથી આવતા. આ ચેતવણી એએસઆઈ એ આપી છે. અહીના બોર્ડ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઈને પણ આની અંદર આવવાની મંજૂરી નથી.

bhangarh-fort-

આ કિલ્લો બહારથી દેખાવમાં જેટલો મોટો છે તેટલો જ અંદરથી પણ વિશાળ છે. આનું નિર્માણ મજબુત અને મોટા પથ્થરોથી કર્યું છે. આના સિવાય કિલ્લાની આસપાસના વિસ્તારમાં કુદરતી સુંદરતા જોવા લાયક છે.

17 મી સદીમાં નિર્માણ થયેલ આ કિલ્લા વિષે અલગ અલગ પ્રકારની ધારણાઓ અને કલ્પના પ્રખ્યાત થઇ. ખાસકરીને ફોર્ટને હોરર અને ડરામણો ઓળખવામાં આવ્યો. સ્થાનિક લોકો અનુસાર રાતના સમયે કિલ્લાની અંદર તલવાર અથડાઈ, બંગડીઓનો અવાજ અને ચીસો પાડવાના અવાજો સંભળાય છે.

હાલમાં આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર કરે છે. ફોર્ટની ચારે કોર એએસઆઈની ટીમ ઘ્યાન રાખે છે. અહી ગોપી મંદિર આવેલ છે, જેને છોડીને સમગ્ર ભાનગઢના કિલ્લામાં આત્માનો કબજો છે.

intact-gopinath-temple-bhangarh

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,239 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1