નોહકાલીકાય ફોલ્સ, ચેરાપુંજી
નોહકાલીકાય ધોધ ભારતના મેઘાલયમાં આવેલ છે. ચેરાપુંજીની નજીક આ એક આકર્ષિત ઝરણું છે. ચેરાપુંજી સૌથી વધુ વરસાદ માટે જાણીતું શહેર છે. આ ઝરણાનો સ્ત્રોત વરસાદ છે. આ ઝરણું 335 મીટરની ઊંચાઈએ છે. અહી ઝરણાની નીચે એક તળાવ બનેલ છે જેમાં પાણી પડે છે ત્યારે તે લીલા રંગનું દેખાય.
મુન્નારમાં ચાના બગીચાઓ અને ટેકરીઓ, કેરળ
અહી દરવર્ષે પર્યટકો આવે છે. જિંદગીની ભાગદોડ અને પ્રદુષણથી દુર આ જગ્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. 12000 હેકટરમાં ફેલાયેલ ચાનો બગીચો અહીની ખાસિયત છે. દક્ષિણ ભારતની મોટાભાગે ચા આ જ બગીચામાં બને છે. ચાના ઉત્પાદન વિષે જાણકારી મેળવવા માટે અહી ચાના સંગ્રહાલયો છે જ્યાં લોકોને ચા સંબંધિત તસ્વીરો અને સૂચનાઓ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહી વન્યજીવોને પણ એકદમ નજીકથી જોઈ શકાય છે.
સ્ટોક રંજ, લડાખ
લડાખ જમ્મુ અને કાશ્મીર સ્થિત છે. આ ઉત્તર-પશ્ચિમી હિમાલયના પર્વતીય ક્રમમાં છે. અહીની મોટાભાગની સપાટી કૃષિ યોગ્ય નથી. 11, 845 ફૂટની ઊંચાઈ પર, સ્ટોક રંજમાં સ્ટોક કાગડી, પર્વતારોહીની વચ્ચે એક લોકપ્રિય પર્વત છે. દુનિયાનો સૌથી ઉંચો શિખર, એવરેસ્ટ પર્વતની ચઢાઈ કરતા પહેલા, સ્ટોક રંજની ચઢાઈને એક અભ્યાસ માનવામાં આવે છે.
નુબ્રા વેલી, લડાખ
નુબ્રા વેલીનો અર્થ છે ‘ફૂલોની ખીણ’. નુબ્રા વેલીમાં જવા માટે તમારે આંતરિક રેખાની પરમિટ ની જરૂર પડે. કારણકે અહી આવવા માટે ‘ખરદુંગ લા પાસ’ ને પર કરવો પડે. જે દુનિયાનો સૌથી ઉંચો પાસ છે. હુંડર અને પનામિક એ નુબ્રા વેલીના બે મુખ્ય આકર્ષણ છે.
હુંડર ને લોકો ‘આકાશમાં રણ’ પણ કહે છે. અહી એક એવી જગ્યા છે ત્યાં તમે બે કુંબડ વાળા ઊંટની સવારી કરી શકો છે. પનામિકમાં તમે વસંતઋતુ અને મઠોના નઝારાને જોય શકો છે.
માથેરાન
ઉનાળાનાં વેકેશનમાં લોકો આ જગ્યાની મુલાકાત લે છે. આ જગ્યા મુંબઈના પદસ્થાપિત બ્રિટિશ અધિકારીઓની ખુબ પસંદગીની છે. ઇન્ડિયાનું આ સૌથી નાનું હિલ સ્ટેશન મુંબઈથી 90 કિ.મી. પર છે. અહીંથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નઝારો જોવાલાયક છે. આ સમુદ્રથી 2625 ફૂટની ઊંચાઈ પર પશ્ચિમ ઘાટમાં આવેલ છે.
નંદા દેવી
નંદા દેવી પર્વત ભારતના ઉત્તરાખંડ રાજ્ય હેઠળ ગઢવાલ જિલ્લામાં આવેલ છે. આ પર્વત હિમાલયના દક્ષિણ-પૂર્વ પ્રદેશનું પ્રસિદ્ધ પર્વતશિખર છે. આ પર્વતમાં બે જુડવા શિખરો છે, જેમાંથી નંદા દેવી શિખર સમુદ્રતટથી 25,645 ફુટ ઊંચું છે. હિંદુ લોકોને વિશ્વાસ છે કે શંકર ભગવાનની પત્ની નંદી આ પર્વત પર નિવાસ કરે છે.
મિઝોરમ
મિઝોરમ માં કુદરતી સુંદરતા ખુબજ ફેલાયેલ છે. અહીની ટેકરીઓ ગીચ જંગલોથી ઠંકાયેલ છે. જેમાં ચંપક, આયરન વુડ અને ગુઝુર્ન જેવા મુલ્યવાન ઇમારતી લાકડીના વૃક્ષો જોવા મળે છે. આ જંગલમાં હાથી, વાઘ, રીંછ, હરણ અને જંગલી ભેસો સહીત ઘણા બધા પ્રાણીઓ આવાસ કરે છે.
લોનાર સરોવર, મહારાષ્ટ્ર
લોનાર લેક મહારાષ્ટ્રના બુલડાના જિલ્લામાં આવેલ ખારા પાણીનું સરોવર છે. આ આકાશીય ઉલ્કાપીંની ટક્કરથી બનેલ પહેલું લેક છે. આના ખારા પાણીનું પ્રતિક એ છે કે ક્યારેક અહી સમુદ્ધ હતું. આ બનતા પહેલા લગભગ 10 લાખ ટન ઉલ્કા પીંડની અથડામણો થઈ. લગભગ 1.8 કિમી વ્યાસના આ તળાવની ઊંડાઈ પાંચ સો મીટર છે. આજે પણ વૈજ્ઞાનિકો એ વિષય પર શોધ કરે છે કે લોનારમાં જે ટકરાયેલ ઉલ્કાપીંડ અથવા કોઈ ગ્રહ પૃથ્વી સાથે ટકરાયેલ હતો. એ વખતે આ ઉલ્કાપીંડ ટકરાયીને ત્રણ ભાગમાં અલગ પડ્યો હતો અને લોનાર સિવાય અન્ય બીજી જગ્યાએ પણ લેક બન્યો. આ બે તળાવો સંપૂર્ણપણે સુકાય ચુક્યા છે. આ બે તળાવનું નામ અંબર અને ગણેશ છે. જોકે, આ બંને તળાવનું હાલમાં કોઈ મહત્વ રહ્યું નથી.
યુમથાંગ વેલી, સિક્કિમ
યુમથાંગને સિક્કિમનું સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટીથી લગભગ 3564 મીટરની ઊંચાઈએ આવેલ આ વિસ્તાર ફૂલોમાં ખીણ માટે વિશ્વ પ્રસિધ્ધ છે. આ ખીણ ઉત્તર સિક્કિમમાં છે અને હિમાલયના પર્વતો સાથે ઘેરાયેલ છે. અહી જાનવરો ઘાસ ચરવા માટે આવે છે. બધા જિલ્લાઓમાં આ જિલ્લો સૌથી સુંદર છે. કાંચનજંધાના પર્વત શિખરના ખોળામાં વીંટાળેલા આ જીલ્લો ખુબજ ઊંચાઈ પર સ્થિત છે.
લેહ
લેહ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું લડાખ જીલ્લાનું પ્રમુખ નગર છે. સિંધુ નદીના કિનારે 1000 ફૂટની ઊંચાઈએ આવેલું લેહ પર્યટકોને ધરતી પર સ્વર્ગનો અહેસાસ કરાવે છે. સુંદરતાથી પરિપૂર્ણ લેહમાં રૂઇનુમા વાદળ એટલા નજીક હોય છે કે હાથ ઊંચા કરીને તેનો સ્પર્શ કરી શકાય તેવો આભાસ થાય છે. ગગનચુંબી પર્વતો પર ટ્રેકિંગ કરવાનો આનંદ કઈક અલગ જ છે. લેહમાં પર્વતો અને નદીઓ સિવાય ધણાબધા ઐતિહાસિક સ્થાનો આવેલ છે. અહી મોટી સંખ્યામાં ખૂબસૂરત બોદ્ધ મઠો છે, જેમાં ઘણા બોદ્ધ ભિક્ષુક રહે છે.